1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (14:27 IST)

વિરમગામનાં ખેડૂતોને પડ્યા પર પાટુઃ માઠી 700થી વધુ વિધા જમીન પર કેનાલનું પાણી ફરી વળ્યું

વિરમગામ તાલુકામાં ખાસ કરીને ફતેવાડી કેનાલમાંથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોનો રવિપાક બરબાદ થઇ ગયો છે. આજે સતત ત્રીજા દિવસે પણ ખેતરોમાં પાણી આવવાનું બંધ થયુ નથી. બીજી તરફ આ ખેડૂતોની કફોડી હાલત જોવા માટે પણ કોઇ અધિકારીઓ આવ્યાં પણ નથી. કેનાલમાંથી પાણી ઓવરફ્લો થતા થુલેટા, સૂરજગઢ, સહિતનાં ગામોના ખેતરોમાં કેનાલના પાણી ઘુસી જતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આશરે 700થી વધારે વિઘામાં રવિપાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોની માંગણી છે કે, સરકાર અમારી સામે જુએ અને અમને જે નુકસાન થયું છે તેનું વળતર આપે.અમદાવાદ જીલ્લાનાં વિરમગામ તાલુકાના અનેક ગામડાઓમાંથી નર્મદા મુખ્ય કેનાલ સહિત પેટા કેનાલો પસાર થઈ રહી છે. ત્યારે વિરમગામ તાલુકાનાં નળકાંઠા વિસ્તારમાં આવેલ જીલેટા સુરજગઢ ગામના ખેતરોમાં વિરોચરનગર ઘોડા ગામની પસાર થતી કાચી કેનાલમાં ફતેવાડી કેનાલમાં પાણી છોડતા કેનાલ ઓવરફ્લો થતા રવીપાકને નુકશાન થયું છે. ખેડૂતોનાં ઘઉં, જીરૂ, એંરડા, જુવાર, સહિતનાં રવિપાકને નુકશાન પહોંચ્યું છે. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ વર્ષે કુદરતે જગતનાં તાતને રોવડાવ્યાં છે જે બાદ હવે તંત્રની બેદરકાકી સામે પણ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ રવિપાકની વાવણી કરી હતી જે બાદ જ નહેરોનાં પાણી ખેતરોમાં ફરી વળ્યાં હતાં.આ અંગે જ્યારે ખેડૂતો સાથે વાત કરી ત્યારે તેમણે પોતાની આપવીતિ જણાવતા કહ્યું કે, 'આ પાણી ત્રણ દિવસથી આવે છે.