સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (13:03 IST)

પેપરલીક કૌભાંડમાં અન્ય આરોપીઓ પણ ગુજરાતના જ હોવાની શંકા

ગુજરાતે એપ્રિલથી સપ્ટેમ્બર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસ દરમ્યાન ઔદ્યોગિક ક્ષેત્રે રૂ. ૨૪૦૧૨ કરોડનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) મેળવ્યું છે. જે ગત ૨૦૧૮-૧૯ના સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાતમાં આવેલા રૂ. ૧૨૬૧૮ કરોડના FDI કરતાં બે ગણું વધુ છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા દેશના રાજ્યોએ મેળવેલા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અંગેના આંકડામાં આ વિગત પ્રસિદ્ધ થઇ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્યમાં ઉદ્યોગોને વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો જે વ્યાપ વિસ્તારાયો છે તેની ફલશ્રુતિ રૂપે આ FDIમાં વધારો થયો હોવાનો દાવો ગુજરાત સરકારે કર્યો છે. ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા સરળતાથી જમીન તેમજ જરૂરી પરવાનગીઓ વિના વિલંબે મળી રહે તેવી ઓનલાઇન વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. ગુજરાતે મેન્યુફેક્ચરિંગ હબ, ઓટોમોબાઇલ હબની જે ખ્યાતિ મેળવેલી છે તેમાં વધુ FDIને પરિણામે હવે નવાં સેક્ટર્સનો પણ ઉમેરો થતાં ગુજરાત હોલિસ્ટિક ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટમાં દેશનું અગ્રીમ રાજ્ય બનશે એવો દાવો પણ ગુજરાત સરકારે કર્યો છે.
રાજ્ય સરકારે ગૂડ ગવર્નન્સ અને નો-પેન્ડન્સીની જે પિપલ ફ્રેન્ડલી-ઇન્ડસ્ટ્રિયલ ફ્રેન્ડલી પારદર્શી નીતિઓ અમલી બનાવી છે તેના પરિણામે મોટા ઉદ્યોગો પણ રાજ્યમાં ઉદ્યોગ સ્થાપના માટે પ્રેરિત થયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં સ્થપાયેલા રપ૭૪ મોટા ઉદ્યોગમાંથી ૭૩પ મોટા એકમ એકલા ગુજરાતમાં સ્થપાયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મેઇક ઇન ઇન્ડિયા’ની સંકલ્પના તથા રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાત ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહ્યું છે અને એપ્રિલ-૨૦૦૦થી સપ્ટેમ્બર-૨૦૧૯ દરમિયાન ગુજરાતે દેશના રાજ્યોમાં સૌથી વધુ એટલે કે રૂ. ૧,૪૧,૧૬૧ કરોડના રોકાણો મેળવીને નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.