બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 1 જૂન 2020 (09:47 IST)

Wajid Khan Passes Away: સંગીતકાર વાજિદ ખાનનું નિધન, કિડનીની બીમારી અને કોરોનાથી ગયો જીવ

વર્ષ 2020, આખા દેશ અને દુનિયાની સાથે-સાથે બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં તબાહી લઈને આવ્યુ છે. . લગભગ એક મહિના પહેલા, આ ઉદ્યોગે તેના બે દિગ્ગજ કલાકારો ઇરફાન ખાન અને ઋષિ કપૂરને ગુમાવ્યા હતા. હવે પ્રખ્યાત સંગીતકાર વાજિદ ખાને પણ આ દુનિયાને કાયમ માટે છોડી દીધી છે. એટલે કે, ઉદ્યોગના પ્રખ્યાત સંગીતકાર, સાજિદ-વાજિદની જોડી હવે તૂટી ગઈ છે. ગાયક સોનુ નિગમે એક ફેસબુક પોસ્ટમાં આ અંગેની ચોખવટ કરી છે.  વાજિદ ખાનના પરિવારે પણ આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે તેમની આત્માની શાંતિ  માટે દુઆ કરો. 
 
મીડિયા અહેવાલો પ્રમાણે વાજિદ ખાન કોરોના વાઇરસથી સંક્રમિત હતા. જોકે એમના પરિવારનું કહેવું છે કે વાજિદ કિડનીની બીમારીથી પીડાતા હતા અને બે વર્ષ પહેલાં જ ટ્રાન્સપ્લાન્ટેશન થયું હતું. તેમના ગળામાં ઇન્ફૅક્શન હતું. તેઓ ચેમ્બુરના સુરાના હૉસ્પિટલમાં દાખલ હતા. વાજિદ ખાનનું ગીત ભાઈ-ભાઈ એક અઠવાડિયા પહેલાં જ રિલીઝ થયું હતું, જે સલમાન ખાન સાથે બનાવવામાં આવ્યું હતું. વાજિદ ખાન તેમના ભાઈ સાજિદ ખાન સાથે મળીને સંગીત રચતા હતા અને 1998માં સલમાન ખાન અભિનિત ફિલ્મ 'મૈને પ્યાર કિયા'થી તેઓ ચર્ચામાં આવ્યા હતા.
 
આપને જણાવી દઇએ કે સાજિદ-વાજિદની જોડી બોલિવુડના દબંગ સલમાન ખાન માટે સંગીત તૈયાર કરતા રહ્યા છે. વાજિદ ખાને સાજિદની સાથે મળીને સલમાન માટે કેટલાંય ગીતોનું નિર્દેશન કર્યું. તેમાં દબંગના ફેમસ ગીતો સામેલ છે.
 
સાજિદ-વાજિદ એ 1998મા સલમાન ખાન અભિનીત ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’થી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ આ જોડીએ એક પછી એક હિટ ફઇલ્મ માટે સંગીત આપ્યું. તેમાં ચોરી ચોરી, હેલો બ્રધર, મુજસે શાદી કરોગી, પાર્ટનર, વોન્ટેડ, દબંગ (1,2, અને 3) જેવી ફિલ્મો સામેલ છે. સાજિદ-વાજિદની જોડીએ હજુ તાજેતરમાં જ સલમાન ખાન માટે ‘ભાઇ-ભાઇ’ કંપોઝ કર્યું હતું. એક ગાયક તરીકે વાજિદ ખાને 2008મા ફિલ્મ પાર્ટનર માટે ગીત પણ ગાયુ હતું.