મંગળવાર, 26 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (14:46 IST)

સંત સરોવર પાસે સાબરમતીમાં પાણીની સપાટી વધવાની સંભાવના : સવારે ૭.૩૦ વાગ્યા પછી ૬૬,૦૦૦ ક્યુસેક્સ પાણી વહેશે

Water level likely to rise
ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી પાણી છોડાતાં ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે થઈ છે. ગાંધીનગરના સંત સરોવર પાસે આજે પરોઢે ૫.૦૦  વાગે ૫,૫૪૮ ક્યુસેક્સ પાણીની આવક થઈ રહી છે. પરંતુ લાકરોડા બેરેજમાંથી ૬૬,૨૧૫ ક્યુસેક્સ પાણી છોડાતાં  સંત સરોવર પાસે સવારે ૭.૩૦ પછી આ વિપુલ જળરાશી આવવાની સંભાવના છે. 
 
ત્યારે સંત સંત સરોવરના તમામ ૨૧ દરવાજા ખોલીને પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવશે. આજે સવારે ૫.૦૦ વાગ્યે ધરોઈ ડેમમાંથી ૩૯,૦૫૬ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. એટલે ધરોઈના ઉપરવાસમાં પાણીની આવક ઓછી થઈ છે.
 
ગાંધીનગરમાં પાણીનો આવરો વધવાની સંભાવનાને પગલે ગાંધીનગર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી સંત સરોવર અને હેઠવાસના ૧૦ ગામો; ઇન્દ્રોડા, શાહપુર, ધોળાકુવા, રાંદેસણ, રાયસણ, રતનપુર, વલાદ, જુના કોબા, કરાઈ અને નભોઈના નાગરિકો તથા તાલુકાના તમામ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે. સલામતી અને સાવચેતીના પગલાં માટે અમદાવાદના વહીવટી તંત્રને પણ તાકીદ કરવામાં આવી છે.