શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (09:43 IST)

Weather Forecast- ગુજરાતમાં ચોમાસાની વિદાયની તારીખ પણ 3 દિવસ આ વિસ્તારોને કરશે જળબંબાકાર

ગુજરાતમાં ચોમાસાની વસમી વિદાયની તારીખ જાહેર!  હવામાન વિભાગની આગાહી પ્રમાણે 3 દિવસ આ વિસ્તારોને કરશે જળબંબાકાર. આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 
 
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી 12 સપ્ટેમ્બરે સુરત-નર્મદા-વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલી ખેડા , દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં, જ્યારે 12 સપ્ટેમ્બરે ખેડા, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવ-વલસાડ, નવસારી અને 14 સપ્ટેમ્બરે ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવ, વલસાડ, નવસારી, દમણમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે.  ગુજરાતમાં 16 સપ્ટેમ્બરે ચોમાસાની વિદાયનો પ્રારંભ થઈ શકે છે.