રમતા રમતા કાર નીચે આવી ગયો બાળક, થયો ચમત્કારિક બચાવ

Last Modified ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (14:31 IST)
સુરત: સુરતના વરાછા વિસ્તારની એક સોસાયટીમાં 5 વર્ષનો એક બાળક રમતા રમતા કાર નીચે આવી ગયો હતો. જો કે, આ ઘટનામાં બાળકનો ચમત્કારીક આબાદ બચાવ થયો છે. આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ત્યારે સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વાયરલ વીડિયો જોઇ લોકોમાં પણ ભારે આશ્ચર્યમાં છે.
મળતી માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 5 વર્ષનો દીપ પાનસુરીયા નામનો બાળક રમતા રમતા છત્રી નીચે બેસી ગયો હતો. તે જ દરમિયાન સોસાયટીમાં રહેતા એક વ્યક્તિ કાર રિવર્સ લઇ રહ્યાં હતા. જો કે, બાળક છત્રી નીચે બેસી ગયો હોવાથી કાર ચાલકને આ બાકળ દેખાયો ન હતો. જેથી કાર ચાલકેન રિવર્સ લેતા બાળક પર કાર ચઢાવી દીધી હતી. જો કે, આ ઘટનામાં બાળક સહીસલામત કાર નીચેથી બહાર આવી ગયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.


આ પણ વાંચો :