શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 18 મે 2022 (08:14 IST)

ban wheat exports- ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ કેમ મૂક્યો?

ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતા આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત છ ટકા સુધી વધી ગઈ હતી. ભારતના પ્રતિબંધથી દુનિયાના અનેક દેશો નારાજ થયા છે.
 
ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ છે, પરંતુ અત્યાર સુધી નિકાસ કરતો ન હતો, કારણ કે તેનો મોટા ભાગનો પાક સ્થાનિક બજારોમાં વેચાઈ જતો હતો.
 
યુક્રેન પર રશિયાએ આક્રમણ કરતા યુક્રેનની ઘઉંની નિકાસમાં ઘટાડો થયો. આ સિવાયના બીજા મુખ્ય ઉત્પાદક દેશોમાં દુષ્કાળ અને પૂરના કારણે પાક જોખમમાં છે, આ સ્થિતિમાં વેપારીઓને ભારત પાસેથી આશા હતી.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારે પણ વિશ્વના અનેક દેશો ભારત પાસેથી ઘઉંની ખરીદી કરે તે માટે પ્રયાસો શરૂ કર્યા હતા.
 
જોકે, ભારતમાં હીટ વેવના કારણે ઘઉંનું ઉત્પાદન ઓછું થયું છે અને તેના કારણે ભાવ વધ્યા છે. ઉપરાંત ભારત સહિત દુનિયામાં રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે મોંઘવારીમાં વધારો થયો છે.
 
યુનાઇટેડ નેશન્સ (યુએન)ના જણાવ્યા અનુસાર, "યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવ માર્ચમાં ખૂબ જ રેકૉર્ડ કિંમતે પહોંચ્યા હતા."
 
સૂર્યમુખી તેલની સૌથી વધુ નિકાસ યુક્રેનમાંથી થાય છે. રશિયા અને યુક્રેનના સંઘર્ષના કારણે તેનો પુરવઠો ખોરવાઈ ગયો છે, તેનો અર્થ એ થાય છે કે વિકલ્પોના ખર્ચમાં પણ વધારો થયો છે.
 
યુક્રેન મકાઈ અને ઘઉં જેવા અનાજનો પણ મોટો ઉત્પાદક છે, જેની કિંમતમાં પણ તીવ્ર વધારો થયો છે.
 
સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું હતું કે એપ્રિલમાં વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવમાં થોડો ઘટાડો થયો હતો પરંતુ ગયા વર્ષની સરખામણીમાં તે અંદાજે 30 ટકા વધારે છે.
 
ઊર્જા ખર્ચમાં વધારો થવાથી ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થઈ રહ્યો છે જેનાથી સમગ્ર વિશ્વમાં ફુગાવો વધી રહ્યો છે.