1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (12:30 IST)

ગુજરાતની ભાજપ સરકાર દેશની સુરક્ષા ખાતર ચાઈના સાથેના MoU રદ્દ કરે: ડૉ.મનીષ દોશી

ચીનના મુદ્દે ભાજપ સતત નરમ વલણ અખત્યાર કરી રહ્યું છે જે સૌ ભારતીયો માટે ચિંતાનો વિષય છે ભાજપનો ચાઇના પ્રેમને પરિણામ ગુજરાતમાં ચાઇના સાથેના વિશેષ કરારો, ગુજરાતમાં ચીનના વડાને બોલાવી આગવી મહેમાનગતિ, ખાદીનું જેકેટ ભેટ આપવું, રિવરફ્રન્ટ ઝૂલા ઝુલાવ્યા. ભાજપ દ્વારા ભારતના પીઠમાં ખંજર ભોંકનાર ચાઈના સાથે વ્યાપાર કરવા માટે આતુર બની અનેક  એમઓયુ‌ કર્યા.
 
બીજીબાજુ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાંચ વખત અને દેશના વડાપ્રધાન તરીકે  ચાર વખત ચીનની મુલાકાત લીધી પણ ગુજરાત અને દેશને શું મળ્યું? નવું રોકાણ કેટલું આવ્યું ? અને કેટલા યુવાનોને રોજગારી મળી ? આપણા ૨૦થી વધુ સૈનિકો શહીદ થાય ત્યારે ગુજરાતમાં ચાઇના અને ચાઈનીઝ કંપનીઓના હિતો સાથે કરેલ રોકાણની જાહેરાતો અને તેની આજની સ્થિતિએ જમીની હકીકત શું? દેશની સુરક્ષાને જોખમમાં મુકતી ચાઈનાની જાસૂસીનાં કચ્ચા ચિઠ્ઠા ખુલ્લી ગયા તેમ છતાં ભાજપ સરકારનો આટલો ચાઈના પ્રેમ કેમ? 
તેનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના 2011ના શાસનમાં ફ્લાઈટ કનેક્ટિવિટી મેટ્રો ટ્રેન ,બુલેટ ટ્રેન, મોટા પાયે હાઉસિંગ, કૃષિ અને વન, રમતગમત અને પ્રવાસન સહિતના ૩૦ થી વધુ જુદા જુદા એમ.ઓ.યુ થયા પણ  કેટલું‌ રોકાણ આવ્યું? રોજગારીની કોઈ નક્કર વાત નહીં આ જ રીતે વર્ષ ૨૦૧૧માં ચાઇના એનર્જી કંપની દ્વારા ગ્રીન પાર્ક નામે ૨૫૦૦ કરોડના રોકાણની જાહેરાત કરી હજી સુધી આ કંપની જમીન પર કઈ જગ્યાએ પાર્ક બન્યો? કેટલું વીજ ઉત્પાદન થયું ? ચાઇના ભારતના "મેપ(સુરક્ષા)" સાથે રમત રમે કેન્દ્ર સરકાર "એપ" પર પ્રતિબંધ મૂકે પણ ખરેખર તો ચાઇનિઝ ચીજ વસ્તુઓનીં ભાજપ સરકાર ખરીદી ક્યારે બંધ કરશે ? તે ગુજરાત જાણવા માગે છે.
 
ભારત દેશની ડોકલામ, લડાખ, ગાલવાન સહિતની ભૂમિ પર ચીનની વારંવાર ઘૂસણખોરી, છમકલા અને ૧૫-૧૬ જુન ૨૦૨૦ના રોજ ભારતનાં ૨૦ જેટલા જવાનો શહીદ થાય ત્યારે દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને ભૌગોલિક અખંડિતતા સાથે જોડાયેલ સંવેદનશીલ મુદ્દા હોવા છતાં ચાઈના મુદ્દે ભાજપ મૌન કેમ છે ? દેશમાં સુરક્ષાને જોખમમાં મુકતી ચાઇનીસ કંપની સેનજેન સાથે ગુજરાત સરકારે કેટલા એમઓયું કર્યા? 
 
તે અંગે પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું કે વર્ષ 2013માં ચાઇના ડેવલોપમેન્ટ બેન્ક કોર્પોરેશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી તરીકે ૩૦,૦૦૦ કરોડનાં ૨૪ એમઓયુ કરી મસમોટા રોકાણની જાહેરાત કરી હતી જેમાં ટેક્સટાઇલ પાર્ક, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, સ્માર્ટ સિટી અને સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ સ્થાપવાની જાહેરાત થઈ. 
 
વર્ષ ૨૦૧૭માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ચાઇનીઝ કંપની ૩૭૫૦૦ કરોડનું રોકાણ કરશે તેવી જાહેરાત કરી.વર્ષ ૨૦૧૯ માં ૧૦,૫૦૦ કરોડના રોકાણ સાથે ઇન્ડસ્ટ્રીયલપાર્ક ધોલેરા અને કરજણ ખાતે બનશે જેમાં ૧૫.૦૦૦ ગુજરાતી યુવાનોને રોજગાર મળશે અને કાયાપલટ થશે પરંતુ જમીન પર કશું આવ્યું નથી અને સ્પેશીયલ ઇન્ડસ્ટ્રીયલ રીજીયન ધોલેરા પાંચ ઇંચ જ જેટલા વરસાદમાં બેટ-ટાપુ રૂપાંતર થઈ જાય છે ત્યારે સામાન્ય જનતાને ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની અને બાળકોને ચાઈનીઝ રમકડાનો બહિષ્કાર માટે હલ્લાબોલ કરતાં કહેવાતી રાષ્ટ્રવાદી ભાજપ તેમના વિશેષ ચાઇના પ્રેમ અંગે દેશ અને ગુજરાતની જનતાને જવાબ આપે.