રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 જાન્યુઆરી 2023 (11:44 IST)

પત્નીની હત્યા કરી ઘરમાં આગ લગાડી

fire in ahmedabad
અમદાવાદ શહેરમાં ફરી એકવાર રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગની ઘટનાના સમાચાર સામે આવી છે. ગોદરેજ ગાર્ડન સિટીમાં  V બ્લોકના ચોથા માળે આગ લાગતાં અફરાતફરી મચી ગઇ છે. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડે એક કલાકમાં આગને કાબુમાં લઈ લીધી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ જ્યારે ફાયર બ્રિગેડ ઘરમાં પહોંચી ત્યારે કોઈ હતું નહીં. ઘરમાં રહેતા પતિ-પત્ની બંને ઝઘડી અને નીચે આવ્યા હતા. આ ઘટનામાં પત્નીનું મોત નિપજ્યું છે, જ્યારે પતિને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
 
અમદાવાદમાં આજે ફરી એક વખત આગનો બનાવ બનવાની ઘટના બની હતી. આજે સવારે ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઇડન ટાવરમાં આવેલા V બ્લોકના ચોથા માળે આગ લાગી હતી. આ 12 માળની બિલ્ડીંગમાં ભયાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતા. બિલ્ડિંગમાં આગ લાગવાથી ત્યાં રહેતા કેટલાક લોકો નીચેની તરફ દોડ્યાં હતાં તો બીજી તરફ અમુક અગાસી પર જતા રહ્યા હતા. આ 12 માળની બિલ્ડીંગમાં લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આગ લાગવાનું કારણ પતિ-પત્નીનો ઝઘડો થયા બાદ પત્નીની હત્યા કરી ઘરમાં આગ લગાવી દીધી હતી.
 
ચાર લોકોના પરીવારનો માળો વિખેરાયો 
ઈડન Vમાં રહેતા આ પરિવારમાં પતિ અનિલ બઘેલ અને પત્નિ અનિતા બઘેલ સાથે તેમની ધોરણ 6માં ભણતી એક પુત્રી અને ધોરણ 8માં ભણતો પુત્ર પણ રહે છે. બાળકો સવારે સ્કૂલે ગયા હતા અને બાદમાં ઘરે પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.