1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2023 (18:22 IST)

શું દેવાયત ખવડની શિવરાત્રી પણ જેલમાં જશે? જામીન અરજી કરતાં કોર્ટે પોલીસનો અભિપ્રાય માંગ્યો

વિવાદિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીતો હૂમલો કર્યાના ગુનામાં દોઢ માસ કરતા વધુ સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે.હવે દેવાયતે કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી છે. કોર્ટે આ અરજીને લઈને પોલીસનો અભિપ્રાય માંગ્યો છે. પોલીસ કોર્ટમાં પોતાનો અભિપ્રાય આપશે પછી જ જામીન માટે કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

કોર્ટમાં 25 દિવસના વચગાળાના જામીનની અરજી દેવાયત ખવડ દ્વારા કરાઈ છે. દેવાયતના વકીલ દ્વારા કોર્ટમાં એવી રજૂઆત કરાઈ હતી કે, દેવાયતને લગ્ન પ્રસંગ તેમજ શિવરાત્રીના કાર્યક્રમો અગાઉથી બુક છે. જેમાં ઘણા કાર્યક્રમો અગાઉથી એડવાન્સ પેમેન્ટ લઈને બુક કરવામાં આવ્યાં છે. રકમ એડવાન્સમાં લીધી હોવાથી કાર્યક્રમો રદ થઈ શકે તેમ નથી. જો કાર્યક્રમ રદ થાય તો પણ તે જેલવાસને કારણે રકમ પરત આપી શકે તેવી ક્ષમતા નથી. ત્યારે દેવાયત ખવડના વકીલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને લઈ કોર્ટ દ્વારા પોલીસનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે.પોલીસના અભિપ્રાયના આધારે કોર્ટ પોતાનું નિર્ણય જાહેર કરશે. ગત ડિસેમ્બર મહિનામાં મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ અને તેના સાગ્રિત દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારબાદ તે સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.