રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 ડિસેમ્બર 2022 (19:24 IST)

લોકસાહિત્યકાર દેવાયત ખવડની ગુંડાગીરી, પાઈપથી યુવાનને બેફામ માર માર્યો

Folklorist Devayat Khawad's bullying
ગુજરાતમાં લોકસાહિત્યકારોના પણ અનેક ચાહકો હોય છે. કારણ કે સાહિત્ય કારો લોકોને જીવન જીવવાનો એક રસ્તો બતાવતા હોય છે. સાહિત્યની મદદથી લોકોના જીવનમાં બદલાવ લાવતા હોય છે. ત્યારે રાજકોટમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. દેવાયત ખવડ સાથે એક યુવક બીજા યુવકને  ધોકા અને પાઈપોથી માર મારી રહ્યાં છે. આ દરમિયાન આસપાસ લોકો આવી પહોંચતા બંને જણા નાસી છૂટ્યા હતા. બાદમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડના ત્રાસથી કંટાળી બે મહિના પહેલા પોલીસ પાસે મદદ માંગી હતી. ત્યારે તેના પરિજનો એવો આક્ષેપ કરી રહ્યા છે કે જો યોગ્ય સમયે કાર્યવાહી થઈ હોત તો ઘટના બની ન હોત.
 
યુવકને ગણતરીની સેકન્ડમાં પાઇપના ફટકા માર્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ શહેરના સર્વેશ્વર ચોક નજીક પુષ્કર એપાર્ટમેન્ટ નજીકના આ CCTV ફૂટેજ છે. જેમાં લોકગાયક કલાકાર દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારમાં આવે છે અને એકાએક ગાડીમાંથી ધોકા સાથે ઉતરી ચાલીને જતા મયુરસિંહ રાણા નામના યુવાન પર દેવાયત ખવડ અને અન્ય એક શખ્સે ધોકા વડે બેફામ માર માર્યો હતો. બે શખ્સોએ સાથે મળી ગણતરીની સેકન્ડમાં પાઇપના ફટકા માર્યા હતા અને અચાનક આસપાસના લોકો એકઠા થતા તેઓ નાસી છૂટ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
 
જ્ઞાતીના મોભીઓએ દેવાયત સાથે સમાધાન કરાવ્યું હતું
આજથી બે મહિના પૂર્વે મયુરસિંહે પોલીસમાં કરેલી અરજી અનુસાર, હું તા.23/09/2021ના ૨ોજ રાત્રે તેના કૌટુંબીક મામાના ઘરે બેસવા ગયો હતો. ત્યાંથી હું મારા ઘરે જવા નીકળ્યો ત્યારે મને ખબર પડી કે દેવાયત ખવડે મામાના ઘ૨ની ડેલી સામે ગેરકાયદેસર ગાડી પાર્ક કરી હતી અને ચાલ્યા ગયા હતા.જેથી અમોએ દેવાયત ખવડને આ અંગે જાણ કરી ગાડી હટાવી લેવા જણાવતા નશા ધૂત દેવાયતે મને ૨ીવોલ્વોર દેખાડીને કહ્યું હતું કે,' તારાથી થાય તે કરી લે ગાડી ત્યાથી નહી હટે. પોલીસ પણ મારી મુઠ્ઠીમાં છે ગમે તે ગુન્હામાં ફીટ કરાવી દઈશ.' આવી ધમકી આપી હતી. એ જ રાત્રે અમે પોલીસ બોલાવી હતી. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો અને અમારી જ્ઞાતીના મોભીઓએ દેવાયત સાથે અમારું સમાધાન કરાવ્યું હતું.
 
મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે અદાવત છે
મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે જૂની અદાવત ચાલી રહી છે બંને દ્વારા પોલીસમાં ધાક ધમકી અંગે અરજી આપવામાં આવી હતી. રવિરત્ન પાર્ક ખાતે દેવાયત ખવડના ઘર નજીક વાહન રાખવા બાબત. પાડોશી સાથે બોલાચાલી થઇ હતી જે બાબતનું મનદુઃખ ચાલતું હોય જેથી આજે બપોરના સમયે માર માર્યો હોવાનું સામે આવ્યું છે. જો કે અરજી આધારે પોલીસે કોઈ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી ન હતી ત્યારે CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસ કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે.