રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 ડિસેમ્બર 2022 (18:05 IST)

રાજ્યમાં 37 કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી, પોસ્ટલ બેલેટ બાદ EVMના મતોની ગણતરી શરૂ થશે

election result
ચૂંટણીપંચ દ્વારા પરિણામને લઈને તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી
 
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. હવે આવતીકાલે પરિણામ જાહેર થશે. ચૂંટણીપંચ દ્વારા પરિણામને લઈને તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારે આઠ વાગ્યાથી જ રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી શરુ થશે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે. ત્યાર બાદ સાડા આઠ વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે EVMના મતોની ગણતરી શરૂ થશે. એમ ચૂંટણી અધિકારી પી. ભારતીએ મીડિયાને જણાવ્યું હતું. 
 
અમદાવાદમાં સ્ટ્રોંગરૂમ બહાર ટાઈટ સિક્યુરિટી
ગુજરાત કોલેજ એલડી એન્જીયરિંગ અને પોલિટેક્નિકમાં 21 બેઠકોના 249 જેટલા અલગ અલગ પાર્ટીના ઉમેદવારોના રાજકિય ભવિષ્ય નો કાલે ફેંસલો આવી જશે કાલે સવારે 7 વાગ્યા થિ આ ત્રણ જગ્યાએ મતગણતરી હાથ ધરવામાં આવશે પોલીસ અને સીઆરપીએફ ના જવાનો ની હાજરી અને ચુસ્ત બંદોબસ્ત માં સિસિટીવી કેમેરાની નિગરાની માં મત ગણતરીની પક્રિયા શરૂ કરવામાં આવશે પહેલી 30 મિનિટ્સ વિવિપેટ ના મતોની ગણતરી શરૂ કરવામાં આવશે અને ત્યાંરબાદ evm મશીનના મતોને ગણવાનું કામ શરૂ કરવામાં આવનાર છે.અમદાવાદ જિલ્લાકલેકટર ધવલ પટેલના જણાવ્યા મુજબ સવારે મીડિયાના કર્મચારી સહિત અન્ય લોકોને કવરેજ માટે પ્રવેશ આપવામાં આવશે જ્યાં સ્ટ્રોગ રૂમ છે તેની બહારથી જ કવરેજ કરવાની પરવાનગી આપવામાં આવશે અને કોઈપણ વ્યક્તિ કે પાર્ટીના કાર્યકરને સ્ટ્રોંગ રૂમમાં પ્રવેશ અપાવાની મનાઈ ફરવામાં આવી છે.
 
સુરતની 2 કોલેજોમાં થશે 16 બેઠકોની મતગણતરી
સુરતમાં મતગણતરીની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકોની મતગણતરી સુરત શહેરમાં થનાર છે. સુરતની ગાંધી કોલેજ પર 10 વિધાનસભા બેઠકોની મતગણતરી કરવામાં આવશે, જ્યારે SVNIT કોલેજ પર 6 વિધાનસભા બેઠકોની મતગણતરી કરવામાં આવશે. બંને સ્થળો પર મતગણતરી માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. લોકો પણ આ મતગણતરીને સહેલાઇથી અને પોતાના ઉમેદવાર સાથે જોઈ શકે તે માટે કોલેજ બહાર LCD ટીવી લગાવી દેવામાં આવશે.