શુક્રવાર, 24 માર્ચ 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified રવિવાર, 9 જાન્યુઆરી 2022 (12:43 IST)

ઉત્તરાયણ પહેલાં દોરી બની જીવલેણ, પુત્રી નજર સામે માતાનું ગળું વઢાઇ ગયું

ઉત્તરાયણને હવે માંડ ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ઉત્તરાયણ પૂર્વે જ રાજ્યમાં એક પછી એક પતંગની દોરીથી ગળું કપાવની ઘટનાઓ સામે આવી રહી છે. સુરત, અમદાવાદ, વડોદરા બાદ હવે ભરૂચમાં પતંગની દોરીથી ગળું કપાયું હોવીની કરૂણ ઘટના સામે આવી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલા અરૂણોદય બંગલોઝમાં રહેતા 35 વર્ષીય અંકિતા હિરેનકુમાર મિસ્ત્રી શનિવારે સાંજે તેમની 9 વર્ષની પુત્રીને લઈ કામ અર્થે શક્તિનાથ આવી રહ્યાં હતાં. એક્ટિવા ઉપર તેઓ ભોલાવ ભૃગુરૂષી બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ અચાનક પતંગનો દોરી તેમના ગળાના ભાગે ફસાઇ ગઇ હતી. પતંગની ધારદાર દોરીએ તેમનું ગળું કાપી નાખતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા.
 
અકસ્માત બાદ તેમનુ એક્ટિવા સ્લીપ થઈ ગયુ હતું. આ અકસ્માત બાદ આસપાસના લોકો મદદે આવ્યા હતા. બીજી બાજુ માસુમ દીકરી માતાની હાલત જોઈને ગભરાઈ ગઈ હતી. અકસ્માતમાં 9 વર્ષની દીકરીનો બચાવ થયો હતો. તે રડવા લાગી હતી. લોકોએ તાત્કાલિક અંકિતાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ તેમનો બચાવ થઈ શક્યો ન હતો. પરિવારજનો દોડી આવી વિલાપ કરતી દિકરીને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો હતો જોકે પરિવાર પણ જુવાન પરિણીતાના આકસ્મિક મૃત્યુનો આઘાત જીરવી શક્યું ન હતું. જેમ જેમ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, તેમ તેમ પતંગના દોરાથી અકસ્માતનું પ્રમાણ વધી રહ્યુ છે.