મહિલા દિવસે મોદીના કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાની કમાન મહિલા પોલીસકર્મીઓ સંભાળશે.
PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના બે દિવસના પ્રવાસે જશે. તેઓ 7-8 માર્ચે તેમના ગૃહ રાજ્યમાં હશે. 8 માર્ચના દિવસે શનિવારે તેઓ નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને વિશાળ જાહેર સભાને સંબોધશે,
ગુજરાતના એક મંત્રીએ ગુરુવારે જણાવ્યું હતું કે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાતના નવસારી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંબોધિત થનારા વિશાળ કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થા માત્ર મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા જ સંભાળવામાં આવશે. તેમણે કહ્યું કે દેશમાં આ પ્રકારની પ્રથમ પહેલ હશે.