Women's Day 2024- મહિલાઓને PMએ આપી મોટી ભેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍક્સ(ટ્વિટર) પર જાહેરાત કરી હતી કે આજે મહિલા દિવસ નિમિત્તે અમે એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 100 રૂપિયાની છૂટ આપવાનો મોટો નિર્ણય કર્યો છે.
એલપીજીની કિંમતઃ મહિલા દિવસના અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ મહિલાઓને મોટી ભેટ આપી છે.આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
પીએમ મોદીએ આજે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક પોસ્ટ દ્વારા આની જાહેરાત કરી છે.અગાઉ, મોદી સરકારની કેબિનેટે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર દીઠ સબસિડી રાહતને એક વર્ષ માટે વધારવાની મંજૂરી આપી છે.આ રાહત 300 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં મળે છે.આ જાહેરાત સાથે, અન્ય લાભાર્થીઓને હવે આજથી 100 રૂપિયા સસ્તું સિલિન્ડર મળશે.