ફ્લાઈટમાં મહિલાનો હાઈ વોલ્ટેજ ડ્રામા, બધાની સામે જ ઉતારી દીધાં કપડાં
અમેરિકાના હ્યુસ્ટન એરપોર્ટથી ફોનિક્સ જતી ફ્લાઈટમાં એક મહિલા મુસાફરની વિચિત્ર હરકતોએ હચમચાવી દીધી હતી. ટેક ઓફ કરતા પહેલા મહિલાએ પ્લેનની અંદર તેના તમામ કપડા ઉતારી દીધા અને પછી ફ્લાઈટના કોકપીટના દરવાજાને લાત મારી.
આ ડ્રામા 25 મિનિટ સુધી ચાલ્યો હતો
હ્યુસ્ટનથી ફોનિક્સ જતી ફ્લાઇટ 733માં મહિલાએ પહેલા કેબિન ક્રૂને કહ્યું કે તેણે તરત જ ફ્લાઇટમાંથી ઉતરવું પડશે. જો કે ફ્લાઈટ રનવે તરફ આગળ વધી રહી હતી ત્યારે મહિલાએ તેના કપડા ઉતારવાનું શરૂ કરી દીધું હતું. લગભગ 25 મિનિટ સુધી આ નાટક ચાલ્યું અને એક કર્મચારીએ મહિલાને ધાબળોથી ઢાંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે શાંત ન થઈ.
જ્યારે સ્થિતિ વધુ વણસી ત્યારે પાયલટને વિમાનને ગેટ તરફ પાછું ફેરવવાની ફરજ પડી હતી. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ FlightAware અનુસાર, ફ્લાઈટ હ્યુસ્ટનથી ફોનિક્સ માટે લગભગ 90 મિનિટ મોડી રવાના થઈ હતી.