PM Modi Gujarat Visit - PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના બે દિવસના પ્રવાસે
PM Modi Gujarat Visit - PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના બે દિવસના પ્રવાસે જશે. તેઓ 7-8 માર્ચે તેમના ગૃહ રાજ્યમાં હશે. વડાપ્રધાન મોદી શુક્રવારે દિલ્હીથી સુરત પહોંચશે અને લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. બીજા દિવસે શનિવારે તેઓ નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને વિશાળ જાહેર સભાને સંબોધશે, જ્યાં સમગ્ર કાર્યક્રમની જવાબદારી લેડીઝ પોલીસ સંભાળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચે સુરતમાં એક કાર્યક્રમમાં સરકારી યોજનાના વૃદ્ધ લાભાર્થીઓને કીટનું વિતરણ કરશે. તેઓ સુરતના સર્કિટ હાઉસમાં રાત્રિ આરામ કરશે. જે બાદ તેઓ 8મી માર્ચે નવસારી પહોંચશે અને વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ પીએમ મોદી નવસારીથી દિલ્હી જવા રવાના થશે. સુરત અને નવસારી બંને જગ્યાએ વડાપ્રધાનની વિશાળ જાહેર સભા થશે.
વિશ્વ મહિલા દિવસે પીએમ મોદી નવસારીમાં
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે PM નરેન્દ્ર મોદી 8 માર્ચે નવસારીના વાંસી બોરસી ખાતે લખપતિ દીદીના કાર્યક્રમમાં હાજરી આપશે.