પાણીમાં યોગા: કદાચ તમને નવુ લાગશે પણ ૬૧ વર્ષિય મહેન્દ્રભાઇ પાણીમાં કરે છે યોગ

yoga in water
Last Modified સોમવાર, 21 જૂન 2021 (09:25 IST)
આપણા ઋષિ-મુનિ યોગી હતા જેઓ પાણી પર ચાલી શક્તા અને કલાકો સુધી પાણીની અંદર રહી શક્તા આજે વિશ્વ યોગ દિને આપણે આવાજ એક વ્યક્તિની વાત કરવાના છીએ જે પાણીમાં યોગ કરે છેજમીન પર યોગ તો બધા કરતા હોય છે પરંતુ પાણીમાં યોગ કદાચ તમને નવુ લાગશે હા... પાણીમાં યોગ. સાબરકાંઠાના હિંમતનગરના ૬૧ વર્ષિય મહેન્દ્રસિંહ રાજપુત સ્વીમીંગ પુલમાં પાણીમાં યોગ કરીને બધાને ચકિત કરી નાખે છે. તમામ પ્રકારના યોગ પાણીમાં કરે છે.તા.૨૧ જૂન વિશ્વ યોગ દિવસ છે જેને લઈને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી થાય છે ત્યારે આજે સાબરકાંઠા જીલ્લામાં પણ લાખો લોકો ઘરે બેઠા યોગ કરી રહ્યા છે. યોગથી શરીર અને મન મન પ્રફુલિત થાય છે. તમે કદાચ સાંભળ્યુ હશે કે પહેલાના જમાનામાં ઋષિમુનિઓ પાણીમાં યોગ કરતા હતા અને પાણીમાં ચાલતા હતા. આમ તો ખાસ કરીને લોકો જમીન પર, ગ્રાઉન્ડમાં કે ગાર્ડનમાં યોગ કરતા હોય છે. ત્યારે હિંમતનગરના મહેન્દ્રસિંહ રાજપુત પાણીમાં યોગ કરે છે
61 year old Mahendrabhai does yoga in water
મહેંદ્રભાઇ જણાવે છે કે, હું બાળપણથી જ
જમીન પર જ યોગ કરતો હતો, પરંતુ છેલ્લા ૧૫ વર્ષથી
હિંમતનગરમાં સ્વીમીંગ પુલ ચાલુ થયો ત્યારથી હું સ્વીમીંગ કરવા આવતો હતો. મેં દંતકથાઓ અને વાર્તાઓમાં સાંભળ્યુ હતુ કે આપના ઋષિઓ યોગ કરતા હતા. મને વિચાર આવ્યો કે હું પણ પાણીમાં યોગ કરૂ અને મે પાણીમાં યોગ કરવાનુ શરુ કર્યું. મને પાણીમાં યોગ કરવાથી મજા આવે છે અને મન પણ પ્રફુલિત થાય છે. મારી સાથે રહિને કેટલાક મિત્રો પાણીમાં યોગ કરતા શીખી ગયા છે.આમ તો પાણીમાં યોગ કરવા એ થોડા કઠીન છે પરંતુ મહેન્દ્રસિંહ તેમના મિત્રોને પાણીમાં યોગ કરતા શીખવી રહ્યા છે. અનેક લોકો મહેંદ્રસિંહને યોગ કરતા જોતા જ રહી જાય છે કારણ કે કોઈપણ સપોર્ટ વિના પાણીમાં સીધા જ રહેવુ એ આમ તો અશક્ય છે. મહેન્દ્રસિંહ અને તેમના મિત્રો આ અશક્ય ને શક્ય કરવામાં સફળ નીવળ્યા છે અને કલાકો સુધી પાણીમાં રહીને આ યોગ કરી રહ્યા છે...દુનિયામાં કંઈ પણ અશક્ય નથી તેવુ મહેન્દ્રસિંહ અને તેમના મિત્રોએ સાબિત કરી બતાવ્યુ છે. પાણીમાં કલાકો સુધી સ્થિત રહીને યોગ કરે છે. આ રીતે યોગ કરવાથી શારીરિક અને માનસિક આરોગ્ય સારુ રહે છે મન પ્રફુલિત્ત રહે છે. હાલ તો મહેન્દ્રસિંહની પ્રેરણા લઈને
અનેક લોકો યોગ કરતા શીખી રહ્યા છે અને બાળકોને પણ મહેંદ્રસિંહ યો


આ પણ વાંચો :