1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 ઑગસ્ટ 2021 (11:56 IST)

અમદાવાદમાં ઓનલાઈન ભણતી સગીરાએ પોતાના ગુપ્ત ભાગના ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યાં, માં-બાપને જાણ થતાં હાર્ટ એટેક આવ્યો

અમદાવાદ શહેરમાં ઓનલાઈન અભ્યાસના બહાને એક સગીરા રૂમમાં એકલી રહીને પોતાના ગુપ્ત ભાગના ફોટો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી હતી. તે પોતાની માસીની દીકરીને પણ આવું કરવા જણાવતી હતી. તેના માતા પિતાને આ બાબતની જાણ થતાં જ હાર્ટ એટેક આવી ગયો હતો.માતા પિતાની સમજાવટ બાદ પણ સગીરાએ આ હરકતો ચાલુ રાખતા માતાએ દીકરીને સમજાવવા  મહિલા હેલ્પલાઇન અભયમ 181ની મદદ લીધી હતી. માતા-પિતાએ તેને ઘરમાં રાખવાની ના પાડી હતી પરંતુ સગીરાએ પોતે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડીલીટ કરવાની અને માતાની હાજરીમાં જ હવે ઓનલાઇન અભ્યાસ કરવાની બાંહેધરી આપતાં રાખવા તૈયાર થયા હતા.

અમદાવાદના મણિનગર વિસ્તારમાં 15 વર્ષીય સગીરા તેના માતા-પિતા સાથે રહે છે. કોરોનાના કારણે ઓનલાઇન અભ્યાસ ચાલુ થયો હતો જેથી તેને એક મોબાઈલ ફોન લઇ આપ્યો હતો. તેને અભ્યાસમાં તકલીફ ન પડે તેના માટે એક પર્સનલ રૂમ પણ આપ્યો હતો. ધીરે ધીરે અભ્યાસ કરવાની જગ્યાએ ફોનનો તેણે દુરુપયોગ શરૂ કર્યો હતો. રૂમમાં એકલતાનો લાભ લઇ અને સગીરા રૂમમાં પોતાના ગુપ્ત ભાગના ફોટો પાડતી હતી. ધીરે ધીરે તેને આવી પ્રવૃત્તિમાં રસ પડતા તેણે ન્યૂડ વીડિયો બનાવવાના શરૂ કર્યા હતા અને પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાના શરૂ કર્યા હતા. જેના કારણે તેની પોસ્ટ પર છોકરાઓની ગંદી કોમેન્ટ પણ આવવા લાગી હતી. સગીરા આ રીતે કરવા લાગી અને તેને મજા આવતી હતી. સગીરાએ પોતાની માસીની દીકરી સાથે આ વાત શેર કરી અને પોતે પણ આ રીતે ગુપ્ત ભાગના ફોટો પાડી અને ન્યૂડ વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવા કહ્યું હતું. માસીની દીકરી દ્વારા આ રીતે ગંદી હરકતો કરવાનું કહેતા તેણે પોતાના માતા-પિતાને જાણ કરી હતી. સગીરાના પરિવારને આ મામલે જાણ કરવામાં આવી હતી. જેથી પોતાની દીકરીની આવી હરકતો સાંભળી માતા-પિતાને એટેક આવી ગયો હતો. સગીરાને તેઓએ સમજાવી હતી પરંતુ થોડા દિવસ બાદ ફરીથી તેણે પોતાની આવી હરકતો શરૂ કરી દીધી હતી. સગીરાએ આવી હરકતો બંધ ન કરતા તેઓએ મહિલા હેલ્પલાઇન અભયમ 181ની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરાના ઘરે જઈ તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. તેને સાયબર ક્રાઈમ અને ચાઈલ્ડ હેલ્પલાઇન વિશે માહિતી આપી આવી હરકતો ન કરવા સમજાવી હતી. દીકરીની હરકતોને જોઈ માતા-પિતાએ તેને રાખવાની ના પાડી દીધી હતી. જેથી તેને ચિલ્ડ્રન હોમ્સ વિશે જણાવ્યું હતું. સગીરાને પોતાની કરેલી હરકતોથી પસ્તાવો થયો હતો અને પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ મારી દીધું હતું. જ્યાં સુધી પોતાના માતા-પિતા ન કહે ત્યાં સુધી મોબાઈલ નહિ વાપરે. માતાની હાજરીમાં જ તેમના મોબાઈલથી ઓનલાઇન અભ્યાસ કરશે તેવી બાંહેધરી આપી હતી. આમ હેલ્પલાઇનની ટીમે સગીરાને સેક્યુઅલ પ્રવૃત્તિ અને સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકાવી હતી.