શુક્રવાર, 14 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 ઑગસ્ટ 2021 (11:34 IST)

દુકાનમાં બેઠેલા ગ્રાહકમાં મુકેલો મોબાઇલ અચાનક સળગ્યો, ધૂમાડો નિકળતા ફેંક્યો બહાર

મોબાઇલ અચાનક સળગ્યો. રાધનપુર શહેર
ગુજરાતના રાધનપુર શહેરમાં એક દુકાનમાં બેઠેલા ગ્રાહકના ખિસ્સામાં મોબાઇલ બ્લાસ્ટ થયો છે. ખિસ્સામાં રાખેલા મોબાઇલમાંથી ધૂમાડો જોઇ ગ્રાહકે મોબાઇલ ખિસ્સામાંથી બહાર કાઢીને નીચે ફેંકી દીધો. ત્યારબાદ પગ વડે દુકાનની બહાર ફેંકી દીધો. મોબાઇલમાંથી ધુમાડો નિકળતો જોઇ ડરી ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ. 
રાધનપુર માનસી મોટર ગેરેજ નામની દુકાન આવેલી છે. અહીં ગ્રાહક રામચંદભાઇ ઠાકોર સવારે 9 વાગે આવ્યા હતા. રામચંદભાઇ દુકાનના માલિક પપ્પૂભાઇ ઠક્કર સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિઆન તેમણે મોબાઇલમાંથી ધૂમાડો નિકળતો જોયો. રામચંદ્રએ સમયસૂચકતા વાપરીને મોબાઇલ ખિસ્સામાંથી બહાર કાઢીને ફેંકી દીધો. 
 
મોબાઇલમાં લાગેલી આગથી દુકાનના કર્મચારીઓ બહાર ભાગી ગયા. જોકે આ દરમિયાન રામચંદભાઇએ પગ વડે મોબાઇલ દુકાનની બહાર ફેંકી દીધો. ત્યારબાદ મોબાઇલ બ્લાસ્ટ થઇ ગયો. સમય રહેતા મોબાઇલ દુકાનની બહાર ફેંકવાના લીધે કોઇને ઇજા પહોંચી નહી.