બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 31 મે 2022 (18:29 IST)

ત્રીજા માળેથી પટકાયો યુવાન, ઘટના સીસીટીવીમાં થઈ કેદ

ભાવનગર જિલ્લાના પાલીતાણામા હિરાના કારખાનામાં આજે એક અકસ્માતમાં હીરાના કારખાનામાં કામ કરતો યુવાન અચાનક ચક્કર આવતા ત્રીજા માળેથી નીચે પટકાતા ગંભીર રૂપે ઘાયલ થયો છે.  ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ હતી 
 
 પાલીતાણા તાલુકાના સેંજળીયા ગામનો 28 વર્ષિય યુવાન પ્રદિપ ભાવેશભાઈ ગુજરાતી નામનો રત્નકલાકાર પણ પોતાના ગામેથી દરરોજ હિરા ઘસવા માટે પાલીતાણા પોપડા વિસ્તારમાં આવતો હોય આજરોજ સવારે નિત્યક્રમ મુજબ આ યુવાન કારખાને આવ્યો હતો. આ દરમિયાન ઈમારતના ત્રીજા માળે પાણી પીવા ઉભો રહ્યો હતો. એ દરમિયાન ચક્કર આવતા આ યુવાન ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. જેથી તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઈ લોકોએ તત્કાળ સારવાર અર્થે પાલીતાણાના સદ્દવિચાર હોસ્પિટલમાં યુવાનને ખસેડ્યો હતો