ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 માર્ચ 2017 (15:24 IST)

નીતિન પટેલને ફોન કરનાર યુવકે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતુ ફેંક્યું

ગાંધીનગર વિધાનસભા બહાર પત્રકારોને સંબોધી રહેલા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર યુવાને ચપ્પલથી હુમલો કર્યો હતો. પ્રદીપસિંહ પર મીડિયા સેન્ટર પાસે બાઈટ આપવા પહોંચ્યા ત્યારે ગોપાલ ઈટાલીયા નામના યુવકે ચપ્પલ ઉઠાવીને માર્યું હતું. જોકે, પ્રદીપસિંહ જાડેજા થોડા ખસી જતા તેમને ચપ્પલ વાગ્યું ન હતું. અગાઉ આ જ યુવાને દારૂબંધી મામલે નીતિન પટેલને પણ ફોન કર્યો હતો જેની ક્લિપ વાયરલ થઇ હતી.

પ્રદીપસિંહને ચપ્પલ માર્યા બાદ સુરક્ષા જવાનોએ ગોપાલ ઈટાલીયાને ઝડપી પાડ્યો હતો. હુમલા બાદ પત્રકારો સાથે વાચતીત કરતાં ગોપાલે કહ્યું હતું કે, હું માનું છું કે, સરકારના અહંકાર સામે બેરોજગારી સામે સામાન્ય જનતાએ જુતૂ ફેંક્યું છે.  અમરેલી જિલ્લામાં દલિત સરપંચની હત્યા મામલે કોંગ્રેસના સભ્યોએ વિધાનસભા ગૃહમાં હોબાળો કર્યો હતો. હત્યા મામલે ચર્ચા કરવા કોંગ્રેસના નેતા શક્તિસિંહે સમય માંગ્યો હતો. આ મામલે ચર્ચા કરવા સમય ન આપવામાં આવતાં કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યું હતું.