શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 એપ્રિલ 2023 (15:03 IST)

ડમીકાંડમાં ડમી વિદ્યાર્થીઓના નામ છૂપાવવા માટે યુવરાજસિંહ પર લાગ્યો પૈસા લેવાનો આરોપ, કહ્યું પાયાવિહોણી વાતો

ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસ છેલ્લા ત્રણ દિવસથી તપાસ કરી રહી છે. આ મામલે હવે મોટા સમાચાર મળી રહ્યા છે અને ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. યુવરાજસિહ સામે ગંભીર આરોપ લાગાડવામાં આવ્યા છે. યુવરાજસિંહ પર નામ ન લેવા માટે રુપિયા લીધાનો આરોપ લગાવવામાં આવ્યો છે.રાજ્યમાં વિદ્યાર્થી નેતા તરીકે જાણીતા એવા યુવરાજસિંહ પર ડમીકાંડ મામલે ખુબ જ ગંભીર આરોપ લગાડવામાં આવ્યો છે. યુવારજસિંહ સામે ગેરરીતિ કરનારને છાવરવામાં પ્રયાસ કારાત હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. યુવરાજસિંહના જૂના સાથી બિપીન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર ડમીકાંડમાં નામ ન લેવા માટે રુપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો છે. ડમી કાંડમાં આમ આદમી પાર્ટીના આગેવાનની સંડોવણીના પણ સમાચાર સામે આવી છે. આમ આદમી પાર્ટીના આગેવાન સામે પોલીસ ફરિયાદ થઈ છે. સિહોરના સંગઠન મંત્રીની પણ સંડોવણી ખૂલી હોવાનુ જાણવા મળ્યુ છે.ભાવનગર LCBએ ડમી કાંડમાં આજે 4 આરોપીની ધરપકડ કરી છે. તળાજાના 4 ઈસમોની LCB દ્વારા ધરપકડ કરાઈ છે. પોલીસ પૂછપરછ હજુ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. ભાવનગર LCB દ્વારા 36 લોકો સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ કુલ 36 આરોપીઓ પૈકી 33 આરોપીઓ ભાવનગર જિલ્લાના છે.