શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 મે 2023 (16:44 IST)

તોડકાંડ મામલે યુવરાજસિંહ જેલ હવાલે, કહ્યું આ માત્ર શરૂઆત છે, અંત હજૂ બાકી છે

તોડકાંડ મામલે યુવરાજસિંહ જેલ હવાલે, કહ્યું આ માત્ર શરૂઆત છે, અંત હજૂ બાકી છે
 
અત્યાર સુધીમાં ભાવનગર પોલીસે 84 લાખ કર્યા રિકવર
 
ભાવનગરઃ ભાવનગરમાં ડમી કાંડ બાદ તોડકાંડમાં પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી હતી. આ કેસમાં આજે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટમાં જતાં પહેલાં તેમણે કહ્યું હતું કે, આ તો માત્ર શરૂઆત છે અંત હજી બાકી છે. યુવરાજસિંહની ધરપકડ કરાયા બાદ કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતાં. જે આજે પૂર્ણ થતાં યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે યુવરાજસિંહને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો. 
 
યુવરાજસિંહને જેલ હવાલે કરવા આદેશ
કોર્ટમાં પહોંચે એ પહેલાં યુવરાજસિંહે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે 'આ તો શરૂઆત છે; અંત બાકી છે, પાંચ પાંડવો પણ આવશે અને ઘણુંબધું બહાર આવશે. 
યુવરાજસિંહ ઉપરાંત તેમના સાળા કાનભા ગોહિલને અને અલ્ફાઝ ઉર્ફે રાજુ પઠાણને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે. ભાવનગર કોર્ટે હુકમ કર્યો હતો. જેલમાં જતા પહેલાં બોલ્યા હતા કે, આ અલ્પવિરામ છે પૂર્ણવિરામ નથી હજી લડવાનું છે. 
 
તોડકાંડ મામલે પોલીસે અત્યાર સુધીમાં 73.50 લાખ રિકવર કર્યા
યુવરાજસિંહ અને તેના માણસો સામે 1 કરોડ રૂપિયાની ખંડણીની ફરિયાદ બાદ પોલીસે અત્યાર સુધીમાં 73 લાખ 50 હજાર રૂપિયા રિકવર કરી લીધા છે. જેમાં સૌ પ્રથમ યુવરાજસિંહના સાળા કાનભાએ તેમના મિત્રના ઘરે રાખેલા 38 લાખ રૂપિયા SITએ રિકવર કર્યા હતા. ત્યારબાદ યુવરાજસિંહના બીજા સાળા શિવુભાના મિત્રના ઘરેથી 25.50 લાખ અને પાંચ-પાંચ લાખ રૂપિયા ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદી પાસેથી રિકવર કરવામાં આવ્યા હતા.