મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 27 ફેબ્રુઆરી 2022 (10:39 IST)

દિલ્હી એરપોર્ટ પર 32 અને મુંબઈ એરપોર્ટ પર 44 ગુજરાતી વિદ્યાર્થીઓ પહોંચ્યા, આજે વોલ્વો મારફતે ગુજરાત મોકલાશે

યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી યુવા વિદ્યાર્થીઓ ભારત સરકાર દ્વારા ખાસ શરુ કરાયેલી રેસ્કયુ ફલાઇટ મારફતે સહિ સલામત રીતે આજે વહેલી સવારે 4 વાગ્યે નવી દિલ્હી આવી પહોંચ્યા છે.આ 32 યુવા વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના નવી દિલ્હી સ્થિત રેસીડેન્ટ કમિશનર આરતી કંવરના માર્ગ દર્શનમાં ગુજરાત ભવન ખાતે લઇ જવાયા છે.ત્યાંથી તેમને વાહન વ્યવહાર નિગમની વોલ્વો બસ દ્વારા સવારે 9 કલાકે ગુજરાત જવા રવાના કરવામાં આવશે અને તેમના વતન પહોચાડવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરશે. દિલ્હી એરપોર્ટ આવી પહોંચેલા 32 આ યુવાઓના મુખ પર હેમખેમ દેશમાં પરત આવી ગયાનો આનંદ દેખાઈ રહ્યો હતો.

આ યુવાઓ ઉપરાંત અન્ય એક રેસ્ક્યુ ફલાઇટ દ્વારા બુડાપેસ્ટ થી પણ ગુજરાતી વિદ્યાર્થીઓ રવિવારે બપોર સુધીમાં નવી દિલ્હી આવશે.44 વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની GSRTCની બે વોલ્વો બસ દ્વારા ગુજરાતમાં લાવવામાં આવશે અને તેમને વતન પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે.

ગુજરાત સરકારના અધિકારીઓએ યુવાનોને એરપોર્ટ પર આવકાર્યા હતા.શિક્ષણમંત્રીએ કહ્યું કે, ગુજરાતના જે યુવાનો યુક્રેનમાં છે અને વર્તમાન સ્થિતિમાં ફસાઈ ગયા છે તે તમામ યુવાનોને સહીસલામત પરત લાવવા માટેની વ્યવસ્થાઓ માટે મુખ્યમમંત્રી એ રાજ્યના વહીવટીતંત્રને કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહેવા અને જરૂરી વ્યવસ્થા કરવા માર્ગદર્શન આપી રહ્યા છે.