મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 27 ફેબ્રુઆરી 2022 (07:23 IST)

Godhrakand 20 year- ગોધરાકાંડના 20 વર્ષ: આજના દિવસે જ હિંદુ-મુસ્લિમ ભાઇચારની ભાવના થઇ હતી કલંકિત, ફાટી નિકળ્યા હતા રમખાણો

27 ફેબ્રુઆરી 2002 ભારતના ઇતિહાસમાં એક ભૂલી ન શકાય એવો દિવસ રહ્યો જેની ચીસો આજે પણ લોકોના મનમાં છે. આજના દિવસે ગોધરામાં એક ટ્રેનને ઉપદ્રવીઓએ આગના હવાલે કરી દીધી હતી. આ ઘટનામં અયોધ્યાથી પરત ફરી રહેલા 59 કારસેવકોના મોત થયા હતા. આ ઘટના બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નિકળ્યા હતા, આ કાંડની ગૂંજ ખૂબ વધુ હતી જેણે હિંદુ મુસ્લિમ ભાઇચારાની ભાવનાને ઠેસ પહોંચાડી. 
 
ગોધરા શહેરમાં એક કારસેવકોથી ભરેલી ટ્રેનમાં મુસ્લિમ સમુદાય દ્રારા આગ લગાવવામાં આવતાં 59 કારસેવકોના મોત થયા હતા. આ ઘટનાનો આરોપ મુખ્યરૂપથી એક સમુદાય વિશેષ પર લગાવવામાં આવ્યો હતો. 28 ફેબ્રુઆરી 2002 સુધી 71 લોકો આગચંપી, રમખાણો અને લૂંટના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યા હતા. 
 
1540 અજાણ્યા લોકોની એક ભીડે ગોધરા રેલવે સ્ટેશન નજીક કર્યો હુમલો
એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે એક 1540 લોકોની ભીડે 27 ફેબ્રુઆરીના રોજ હુમલો કર્યો હતો જ્યારે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને ગોધરા સ્ટેશન છોડી દીધું હતું. ગોધરા નગરપાલિકાના અધ્યક્ષ અને કોંગ્રેસ અલ્પસંખ્યક સંયોજક મોહમંદ હુસૈન કલોટાની માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપ પત્ર પ્રથમ શ્રેણી રેલવે મેજિસ્ટ્રેટ પી જોશી પહેલાં એસઆઇટી દ્રારા દાખલ કરવામાં આવી જે 500થી વધુ પાનાની છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 89 લોકો જે સાબરમતી એક્સપ્રેસના એસ 6 કોચમાં મોતને ભેટ્યા હતા જેમને ચારેય તરફથી 1540 અજાણ્યા લોકોની એક ભીડે ગોધરા રેલવે સ્ટેશન નજીક હુમલો કર્યો હતો. 
 
78 લોકો પર આગચંપીનો આરોપ
આઠ અન્ય કિશોર, એક અલગ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. 253 સાક્ષીઓની સુનાવણી દરમિયાન અને પુરાવાની સાથે 1500 વધુ આઇટમ કોર્ટમાં રજૂ કરવામાં આવી અને તપાસ કરવામાં આવી. 24 જુલાઇ 2015ના રોજ ગોધરા કેસમાં મુખ્ય આરોપી હુસૈન સુલેમાન મોહંમદને મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાથી ગોધરા ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી. 18 મે 2016નાર ઓજ એક અઠવાડિયા પહેલાં 'કાવતરું ઘડનાર' ફારૂક ભાના, ગુજરાત એટીએસ દ્રારા મુંબઇથી ધરપકડ કરવામાં આવે. 30 જાન્યુઆરી 2018, યાકૂબ પટાલીયાને શહેરમાં બી ડિવીઝન પોલીસની એક ટીમ દ્રારા ગોધરાથી ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ભારત સરકાર દ્રારા નિમવામાં આવેલી અન્ય તપાસ કમીશનોએ ઘટનાની અસર પર નિશ્વિતરૂપથી કોઇ પ્રકાશ પાડી શકી નહી. 
 
ગોધરાકાંડ મામલે અત્યાર સુધી થયું તેના પર એક નજર
27 ફેબ્રુઆરી 2002: ગોધરા રેલવે સ્ટેશનના પાસે સાબરમતી ટ્રેનના એસ-6 કોચમાં મુસ્લિમો દ્રારા અલગ બાદ 59 કારસેવકોના મોત થયા હતા. આ મામલે 1500 લોકો વિરૂદ્ધ પ્રાથમિક દાખલ કરવામાં આવી હતી.
3 માર્ચ 2002: ગોધરા ટ્રેન સળગાવવાના મામલે ધરપકડ કરવામાં આવેલા લોકો વિરૂદ્ધ પોટા લગાવવામાં આવ્યો. 
6 માર્ચ 2002: ગુજરાત સરકારે કમીશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ ગોધરા કાંડ અને ત્યારબાદ થયેલી ઘટનાઓ પર તપાસ માટે એક કમિશનની નિયુક્તિ કરવામાં આવી. 
9 માર્ચ 2002: પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ ભાદસં કલમ 120-બી (આપરાધિક ષડયંત્ર) લગાવ્યો.
21 નવેમ્બર: સુપ્રીમ કોર્ટે ગોધરા ટ્રેન સળગાવવાના મામલે સહિત રમખાણો સાથે જોડાયેલા તમામ કેસની ન્યાયિક સુનવણી પર રોક લગાવી. 
4 સપ્ટેમ્બર 2004: આરજેડી નેતા લાલૂ પ્રસાદ યાદવ રેલમંત્રી હતા તે દરમિયાન કેંદ્રીય મંત્રીમંડળના ફેંસલાના આધારે સુપ્રીમ કોર્તના ન્યાયાધીશ યૂસી બેનર્જીની અધ્યક્ષતાવાળી એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિને ઘટનાના કેટલાક પાસાઓની તપાસનું કામ સોંપવામાં આવ્યું. 
17 જાન્યુઆરી 2005: યૂસી બેનર્જી સમિતિએ પોતાની પ્રારંભિક રિપોર્ટમાં જણાવ્યું કે એસ 6 માં લાગે એક 'દુર્ઘટના' હતી અને આ વાતની આશંકા નકારી કાઢવામાં આવી કે આગ બહારી તત્વો દ્રારા લગાવવામાં આવી હતી. 
16 મે 2005: પોટા સમીક્ષા સમિતિએ પોતાની રાય આપી કે આરોપીઓ પર પોટા હેઠળ આરોપ લગાવવામાં ન આવે. 
13 ઓક્ટોબર 2006: ગુજરાત હાઇકોર્ટે વ્યવસ્થા આપી કે યૂસી બેનર્જી સમિતિની રચના 'અવૈધ' અને 'અસંવૈધાનિક' છે કારણ કે નાણાવટી-શાહ આયોગ પહેલાં જ રમખાણો સાથે જોડાયેલા તમામ કેસની તપાસ કરી રહી છે. તેણે એમપણ કહ્યું કે બેનર્જીની તપાસના પરિણામ 'અમાન્ય' છે. 
26 માર્ચ 2008: હાઇકોર્ટે ગોધરા ટ્રેનમાં લાગી આગ અને ગોધરા બાદ થયેલા રમખાણો સાથે જોડાયેલા આઠ કેસની તપાસ માટે વિશે તપાસ કમિશન બનાવ્યું. 
18 સપ્ટેમ્બર: નાણાવટી પંચને ગોધરા કાંડની તપાસ સોંપી અને કહ્યું કે તે પૂર્વ નિયોજિત ષડયંત્ર હતું અને એસ 6  કોચને ભીડે પેટ્રોલ નાખીને સળગાવ્યો. 
12 ફેબ્રુઆરી 2009: હાઇકોર્ટે પોટા સમીક્ષા સમિતિના આ ફેંસલાની પુષ્ટિ કરી કે કાનૂનને આ મામલે લાગૂ ન કરવામાં આવી શકે. 
20 ફેબ્રુઆરી: ગોધરા કાંડના પીડિતોના સંબંધીઓએ આરોપી પરથી પોટા કાયદો દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયને હાઇકોર્ટના ફેંસલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. આ મામલે સુનાવણી હજુ પેડિંગ છે. 
1 મે: સુપ્રીમ કોર્ટે ગોધરા કેસની સુનાવણી પરથી પ્રતિબંધ હટાવ્યો અને સીબીઆઇના પૂર્વ નિર્દેશક આરકે રાઘવનની અધ્યક્ષતાવાળી વિશેષ તપાસ ટીમે ગોધરા કાંડ અને રમખાણો સાથે જોડાયેલા આઠ અન્ય કેસની તપાસમાં તેજી આવી. 
1 જૂન: ગોધરા ટ્રેનકાંડની સુનાવણી અમદાવાદના સાબરમતી સેંટ્રલ જેલની અંદર શરૂ થઇ.
6 મે 2010: સુપ્રીમ કોર્ટ સુનાવણી કોર્ટને ગોધરા ટ્રેનકાંડ સહિત ગુજરાતના રમખાણો સાથે જોડાયેલા નવ સંવેદનશીલ કેસમાં ફેંસલો સંભળાવતા અટકાવ્યા. 
1 જૂન : ગોધરાટ્રેન કાંડની સુનાવણી અમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર શરૂ થઇ. 
28 સપ્ટેબર: સુનાવણી પુરી થઇ પરંતુ સુપ્રીમ કોર્ટ દ્રારા પ્રતિબંધ લગાવવાના કારણે ફેંસલો સંભળાવ્યો નહી.
18 જાન્યુઆરી 2011: સુપ્રીમ કોર્ટે ફેંસલો સંભળાવવાનો પ્રતિબંધ હટાવ્યો.
22 ફેબ્રુઆરી 2011: સ્પેશિયલ કોર્ટે ગોધરા કાંડમાં 31 લોકોને દોષી ઠેરવ્યા, જ્યારે 63 અન્યને છોડી મુક્યા.
1 માર્ચ 2011: સ્પેશિયલ કોર્ટે ગોધરા કાંડમાં 11 ને ફાંસી, 20ને ઉંમરકેદની સજા સંભળાવી