ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 ફેબ્રુઆરી 2023 (15:30 IST)

નડિયાદમાં બેંકના કર્મચારીએ ડોક્યુમેન્ટ માંગતાં જ ગ્રાહકો ઝાપટો ફટકારી, ઘટના CCTVમાં કેદ

Nadiad  bank
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. બેફામ બનેલા અસામાજિક તત્વોને પોલીસનો હવે બિલકુલ ડર રહ્યો નથી. નડિયાદની બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં શુક્રવારે લોન માટે આવેલા એક ગ્રાહકે કર્મચારી સાથે મારામારી કરી હતી. કર્મચારીએ જરૂરી ડોક્યુમેન્ટ માગતા ગ્રાહકે ઉશ્કેરાઈ જઈ થપ્પડો ઝીંકી દીધી હતી. આ ઘટનામાં બેંકના કર્મચારીએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે કે, જ્યારે હુમલો કરનાર વ્યક્તિ બેંકના કર્મચારી મનીષકુમાર બ્રહ્મભટ્ટને માર મારવા લાગે છે ત્યારે અન્ય કર્મચારીઓ ત્યાં દોડી આવે છે અને હુમલો કરનાર શખસને રોકવાનો પ્રયાસ કરે છે. પરંતુ, તે સમયે હુમલો કરનાર વ્યક્તિની સાથે રહેલા અન્ય વ્યક્તિ પણ મારામારી કરતો જોવા મળી રહ્યો છે. નડિયાદની બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારી સાથે ધોળે દિવસે જે રીતે મારામારીની ઘટના બની તેના કારણે બેંકમાં કામ કરતા અન્ય કર્મચારીઓ રીતસરના ફફડી ઊઠ્યા હતા. કર્મચારીઓ પોતાની રીતે પોતાના સાથી કર્મચારીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સિક્યુરિટીએ આવી હુમલો કરનાર વ્યકતિને પકડી દૂર કર્યો હતો.મનીષકુમાર બ્રહ્મભટ્ટ દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે કપડવંજ રોડ પર આવેલ કર્મવીર ટાવર ખાતેની બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ફરજ બજાવે છે. શુક્રવારે બપોર બાદ શહેરમાં રહેતા બે વ્યક્તિઓ સમર્થ રાવજી બ્રહ્મભટ્ટ અને પાર્થ નામના આ વ્યક્તિઓએ બેંકમાં જ છૂટાહાથની મારામારી કરી હતી. મનીષકુમારે લોન મોર્ગેજ ડોક્યુમેન્ટ માટે મોર્ગેજ કરેલ મકાનની વીમા પોલિસી માગતાં આરોપી પોતાની સાથે સહ આરોપી સાથે ફરિયાદીના નોકરીના સ્થળે બેંક ઓફ ઇન્ડિયામાં આવી સરકારી બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીને ફેંટો તથા લાતોથી ગડદાપાટુનો માર માર્યો હતો.