મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 2 જાન્યુઆરી 2022 (15:41 IST)

પાણીમાં તરતી લાશ:ભાવનગરના બોરતળાવમાં તરતી યુવકની લાશ મળી,

ભાવનગર શહેરના ગૌરીશંકર સરોવર(બોરતળાવ)માંથી આજે વહેલી સવારે સ્થાનિકોએ કોઇ યુવકની લાશ તળાવમાં તરતી જોઇ હતી. સ્થાનિકોએ બનાવવાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને લાશ બહાર કાઢી હતી. 
 
ભાવનગર ફાયરબ્રિગેડ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર, આજે સવારે શહેરના ગૌરીશંકર સરોવર-બોરતળાવમાં એક પુરૂષની લાશ તરતી હોવાની માહિતી કોઈ વ્યક્તિએ આપતાં ફાયરબ્રિગેડના જવાનો તથા ડી-ડીવીઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં તરવૈયાઓએ લાશ બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા મૃતક તિલકનગર સોસાયટીમાં રહેતો અરવિંદભાઈ જેન્તીભાઈ મોકાણી હોવાનું ખુલ્યું હતું.