શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 ડિસેમ્બર 2020 (11:43 IST)

બીઆરટીએસ બસ બની બેકાબૂ, વહેલી સવારે સર્જાયો અકસ્માત

અમદાવાદમાં આજે વહેલી સવારે બીઆરટીએસ બસનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ચંદ્રનગર પાસે ટેમ્પો અને બીઆરટીએસ બસ વચ્ચે સર્જાયો હતો. જેમાં બીઆરટીએસ બસ રેલિંગ તોડીને ડિવાઇડર પર ચઢી ગઇ હતી. જોકે સદનસીબી જોઇ જાનહાનિ કે ઇજા પહોંચી નથી. 
 
મળતી માહિતી અનુસાર આજે સવારે GJ 03 BW 2244 Eicher નંબરની બીઆરટીએસ બસ આંબેડકર બ્રિજ ઉતરીને ચંદ્રનગર તરફ જઈ રહી હતી. કોરિડોરમાં દાખલ થતા સમયે ડ્રાઈવરે બેલેન્સ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ ડ્રાઇવર બસ મૂકીને ભાગી ગયો હતો. અકસ્માત બાદ બસ રેલિંગ પર ચડી ગઇ હતી, જોકે સદનસીબે કોઇ ઇજા પહોંચી ન હતી.  
 
ચંદ્રનગર કોરિડોરમાં રેલિંગ તોડીને બસ ડિવાઈડર પર ચઢી ગઈ હતી. બીઆરટીએસને સુરક્ષિત સવારી તરીકેનું બિરુદ અપાયું છે, પણ હવે લોકોમાં બીઆરટીએસ બસમાં સવારી કરતા ગભરાઈ રહ્યાં છે. હાલ કયા કારણોસર અકસ્માત સર્જાયો છે તે તપાસ ચાલી રહી છે. સતત વધી રહેલા અકસ્માતોથી સમજી શકાય છે કે, બીઆરટીએસના ડ્રાઈવર ગંભીર રીતે બેદરકારી દાખવી રહ્યાં છે. અકસ્માત સર્જાતા જ બીઆરટીએસનો ડ્રાઈવર ત્યાં જ બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં લોકેશન પાસેની રેલિંગ ડેમેજ થઈ ગઈ છે. જોકે, કોઈ જાનહાનિ સર્જાઈ નથી. 
 
અકસ્માત બાદ ઘટના સ્થળ પર હાજર ટેમ્પોચાલકે ઝી 24 કલાકને જણાવ્યું કે, બીઆરટીએસ બસ બ્રિજ પરથી નીચે ઉતરી રહી હતી. બસની સ્પીડ 50 થી 60ની સ્પીડે હતી. બસના ડ્રાઈવરે ડાબી બાજુથી જમણી બાજુ તરફ વળાંક લેતા અકસ્માત સર્જાયો હતો. જેથી અચાનક ટેમ્પો બસ સાથે ટકરાયો હતો. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં શહેરના અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘૂસી જતાં બસનાં બે ફાડિયાં થઈ ગયાં હતાં, જેને પગલે બે લોકોને ઈજા પહોંચી હતી. આ બે ઈજાગ્રસ્તમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી હતી.