બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 9 ડિસેમ્બર 2020 (15:50 IST)

અમદાવાદમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, બીઆરટીએસ બસના થયા બે ફાડિયા

અમદાવાદ સતત અકસ્માતની ઘટના વધી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. રાણીપ બસ ડેપો તરફ જઇ રહેલી બીઆરટીએસ બસ શહેરના અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘુસી જતા બસના બે ફાડિયા થઈ ગયા હતા.આ અકસ્માતમાં ડ્રાઈવરની તબિયત બગડી હોવાનું જાણવા મળ્યું છે.  
 
પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરના સુમારે  BRTS બસ શહેરના અખબારનગર અન્ડરબ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટૂ-વ્હીલરચાલક સામે આવી ગયો હતો, ટૂ-વ્હીલરચાલકને બચાવવા જતાં આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત મળી રહી છે. જો કે સદનસીબે બસમાં મુસાફરો ન હતા. 
આ દુર્ઘટનાને પગલે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાર બાદ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે ડ્રાઈવરને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પોલીસ મુજબ ડ્રાઈવર અને સુપરવાઈઝર બે જ લોકો હતા.