શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. ગણતંત્ર દિન
Written By વેબ દુનિયા|

વંદે માતરમ્....વંદે માતરમ્ !!!

'વંદે માતરમ્' એ માત્ર ગીતના શબ્દો નથી. આ શબ્દો કાને અથડાતાની સાથે જ ગમે તેવા દેશવાસીના મનમાં રાષ્ટ્રભક્તિનો સાગર ઉછળી ઉઠે છે. પરંતુ આઝાદ ભારતના આ સમયમાં 'વંદે માતરમ્'ને લઇને ઘણા વિવાદો ઊભા થઇ ગયા છે. લેખક તેમજ પ્રશાસનિક અધિકારી મનોજકુમાર શ્રીવાસ્તવે 'વંદે માતરમ્' નામનું પુસ્તક લખીને આ વિવાદોને શાંત કરવા પ્રયાસ કર્યો છે. ગણતંત્ર દિવસના રાષ્ટ્રીય પર્વે આ ક્રાંતિકારી ગાનની વિગતો જાણીએ....

વાત એમ ઉઠી કે 'વંદે માતરમ્' અંગ્રેજો વિરોધી નહોતું? કેટલાક આ ગીતને મુસ્લિમો વિરૂદ્ધ જોવે છે ના તો અંગ્રેજો વિરૂદ્ધ. પરંતુ ખૂદ અંગ્રેજોને આ વિષયમાં કોઇ શક નહોતો કે આ ગીતનું સાચું નિશાન કોણ હતું. 'આ એક ભયંકર દેવીના પારકા જૂલ્મની વિરૂદ્ધ સતત સહકાર છે'-તેવું સર વેલેંટાઇન ચિરોલે 'ઇંડિયન અનરેસ્ટ'નામના પુસ્તકમાં લખ્યું હતું. જી.એ.ગ્રિયર્શન ધ ટાઇમ્સ (લંડન)માં પ્રકાશિત એક લેખમાં(12મી સપ્ટેમ્બર, 1906) લખ્યું કે 'વંદે માતરમ્'ની મા મૃત્યું અને વિનાશની દેવી છે.

ચિરોલ-ગ્રિયર્શન વ્યાખ્યાને સરકારી મુજબ રોલેટ ક્મેટી રિપોર્ટ (1918)માં સમાવવામાં આવી, જેમાં માનવામાં આવ્યું કે ક્રમશઃ આ રાષ્ટ્રગીતના સ્તર સુધી આગળ આવી ગયું છે. આપણા નેતાઓને પણ કોઇ ભ્રમ નહતો. બિપિનચંદ્દ્ર પાલના એક લેખ 'માતરમ્ ઇન વંદે માતરમ્' (વીકલી ન્યું ઇંડિયા, ઓક્ટોબર, 1906)માં કહ્યું કે ગીતની માતા રાષ્ટ્રમાતા છે. શ્રી અરવિન્દે લખ્યું કે (1908) 'ના ફકત આ રાષ્ટ્રગીત નથી પરંતુ પવિત્ર મંત્રો વાળી સશક્ત ઉર્જાથી સંયુક્ત છે. આ ઉર્જા આનંદ-મઠના લેખકને પ્રાપ્ત થઇ, જેમને અભિ-પ્રેરિત રૂષિની સંજ્ઞા આપી શકાય'. 'બંકિમચંદ્દ્ર ચેટર્જીએ સ્વયં આ ગીતના બાબતે કશું નહીં કહ્યું. હરીશચંદ્ર હલધરની 1885માં 'માં' પેંટિગમાં આ ગીતનો સીધી અસર દેખાય છે.


આજે પણ બલિદાન અને દેશપ્રેમની જ્વાળા આ 'વંદે માતરમ્' ગીતના અંદરથી ઓછી નથી થઇ. અક્ષરધામ મંદિરમાં આતંકવાદીઓ દ્વ્રારા બાળકોને ગોળી મારવાના પહેલા 'વંદે માતરમ્' કહેડાવવાનો મતલબ શું હતો? આજ 'વંદે માતરમ્'નો અનુવાદ કરીને એ.આર. રહેમાન મા તુઝે સલામ ગીત ગાય છે તો તે ગજબ હોય છે. આવી હાલતમાં શું ઝગડો સલામ અને પ્રણામનો છે? 'વંદે માતરમ્'માં જો એક વાઇબ્રેટરી એનર્જી (પ્રતિક્મ્પનકારી ઉર્જા)છે. આ ઇતિહાસની અનુગૂંજ છે. આ સંસ્કૃત નથી, સંસ્કૃતિ છે. બલિદાન, સર્વસ્વ, સમર્પણ અને ત્યાગની સંસ્કૃતિ. દક્ષિણપંથની પ્રતિક્રિયામાં સંસ્કૃત અને સંસ્કૃતિમાંથી પણ રીસાવાનો એક નવો રિવાજ આ દિવસોમાં નવ-બુદ્ધિજીવિઓમાં મને જોવા મળે છે.

પિયરે બોર્દોએ સાંસ્કૃતિક પૂંજીના પ્રતિ બેજ્વાબદાર બનવાથી કોમ્યુનિસ્ટોને આગ્રહ કર્યો હતો, કારણ કે નહિતર આ પૂંજીનું વિનિયોજન અને નિવેશન સામ્પ્રદાયિક તાકાતે કરીજ લેતી. પરંતુ આ દિવસો સહમતી, સબરગ જેવી સંસ્થાઓએ 'સાઝા સંસ્કૃતિ'નો જે એક પ્રક્લ્પ શરૂ કર્યો છે તેમાં જે કોઇ સાઝું નથી, તે બ્રાહ્મણવાદી અને સામ્પ્રદાયિક થવાને રોકી દેવાના લાયક માનવામાં આવે છે. પરંતુ આ ગીતને પૌરાણિક નહીં, નવાપરીવર્તનની નજરથી જોવું જોઇએ.