સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગણતંત્ર દિવસ
Written By
Last Modified: શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (18:19 IST)

જે વર્ષો લડ્યા જેલમાં, તેમને યાદ કરો.

દેશપ્રેમ કવિતા

જે વર્ષો લડ્યા જેલમાં, તેમને યાદ કરો.
જે ફાંસી પર ચઢ્યા રમત-રમતમાં તેમની યાદ કરો.

યાદ કરો કાળા પાણીને.
અંગ્રેજોની મનમાનીને,
ઘાંચીના બળદની જેમ તેલ કાઢતો
સાવરકર પાસેથી બલિદાનીને

યાદ કરો બહેરા રાજ્યને.
બોમ્બથી કાંપતા આસનને
ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ
ના આત્મોસર્ગ પાવનને
અન્યાય સામે લડ્યા,
દયાની ના ફરિયાદ કરો
તેમને યાદ કરો

  P.R
યાદ કરીએ આપણે પુર્તગાલને
જુલ્મો-સિતમના ત્રીસ વર્ષને
સૈનિકોના બૂટો તળે ક્રાંતિની
સળગતી ચિનગારી વિશાળને
યાદ કરીએ સાલાજારોને
વ્યાભિચારીઓના અત્યાચારોને
સાઈબેરિયાના નિર્વાસિત
શિબિરોના હાહાકારોને
સ્વતંત્રતાની નવી સવારનો શંખનાદ કરો
તેમને યાદ કરો.

બલિદાનોની બેલા આવી
લોકતંત્ર આપી રહ્યો છે વધાઈ
સ્વાભિમાનથી એ જ જીવશે
જેણે છે કિમંત ચૂકાવી
મુક્તિ માંગે છે શક્તિ સંગઠિત
યુક્તિ સુસંગત, ભક્તિ અકમ્પિત
કૃતિ તેજસ્વી, ઘૂતિ હિમગિરી જેવી
મુક્તિ માંગતી ગતિ અપ્રતિહિત
અંતિમ વિજય નિશ્ચિત પથમાં
કેમ મોડુ કરીએ ?
તેમને યાદ કરીએ

(શ્રી અટલ બિહારીની કવિતાનુ અનુવાદ)