બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. આજ-કાલ
  3. ગણતંત્ર દિવસ
Written By
Last Updated : ગુરુવાર, 25 જાન્યુઆરી 2024 (12:28 IST)

Republic Day Interesting Facts 2024: ગણતંત્ર દિવસ માટે કેમ પસંદ કરવામાં આવી 26મી તારીખ, જાણો ભારતીય સંવિધાન સાથે જોડાયેલ રોચક વાતો

parade india gate
parade india gate
Constitution Of India: દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે ગણતંત્રનો પર્વ ઉજવાય છે. આ દિવસ દરેક ભારતીય માટે ખાસ હોય છે. આ વર્ષે દેશ 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યુ છે. ગણતંત્ર દિવસના અવસર પર દર વર્ષે ઈંડિયા ગેટથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી રાજપથ પર ભવ્ય પરેડનુ આયોજન થાય છે.  શુ તમે વિચાર્યુ છે કે દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ જ ગણતંત્ર દિવસ કેમ ઉજવાય છે.  તેની પાછળનો ઈતિહાસ રસપ્રદ છે. અમે તમને આ દિવસની કેટલીક રસપ્રદ વાતો બતાવી રહ્યા છે.  
 
તેથી ઉજવાય છે આ ખાસ દિવસ 
26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનો સંવિધાન લાગૂ થયો હતો અને ભારત એક લોકતાંત્રિક અને સવૈધાનિક રાષ્ટ્ર બની  ગયુ. આ જ કારણ છે કે દર વર્ષે આ ખાસ દિવસની યાદમાં 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઉજવાય છે. દેશ આઝાદ થયા બાદ 26 નવેમ્બર 1949ના રોજ સંવિધાન સભાએ સંવિધાન અપનાવ્યો હતો. આ વર્ષે દેશ 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યુ છે.  વર્ષ 1947માં દેશની આઝાદી પછી સંવિધાન નિર્માણની તૈયારી શરૂ થઈ ગઈ  આ માટે ભારતીય સંવિધાન સભાની રચના થઈ અને 26મી જાન્યુઆરી 1949ના રોજ સંવિધાનને અપનાવી લેવામાં આવ્યુ. જો કે સત્તાવાર રૂપે તેને 26  જાન્યુઆરી 1950 ના રોજ લાગૂ કરવામાં આવ્યુ. 
 
26મી જાન્યુઆરીના રોજ કેમ લાગુ થયુ સંવિધાન 
1949માં 26 નવેમ્બરના રોજ સંવિઘાન સભાએ સંવિધાનને અપનાવી લીધુ હતુ. તેને લાગૂ 26 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યુ. તેનુ કારણ હતુ કે 26 જાન્યુઆરી 1930માં આજના જ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ જાહેર કર્યુ હતુ. વીસ વર્ષ પછી આ દિવસે સંવિધાન લાગૂ કરવામાં આવ્યુ. 
 
સંવિઘાન તૈયાર કરવામાં લાગ્યા આટલા દિવસ 
ઉલ્લેખનીય છે કે ભારતીય સંવિઘાન હાથ વડે લખવામાં આવ્યુ હતુ. જે આજે પણ સંસદની લાઈબ્રેરીમાં સુરક્ષિત છે. તેને તૈયાર કરવામાં બે વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. ભારતનુ સંવિઘાન દુનિયાનુ સૌથી મોટુ અને હાથ વડે લખાયેલુ સંવિઘાન કહેવામાં આવે છે. 24 જાન્યુઆરી 1950ના રોજ સંવિઘાનની બે હસ્તલિખિત કોપીઓ પર સાઈન કરવામાં આવી હતી. પછી બે દિવસ બાદ 26 જાન્યુઆરીના રોજ દેશભરમાં સંવિઘાન લાગૂ થઈ ગયુ. ભારતીય સંવિઘાનની આ કોપીઓ હિન્દી અને અંગ્રેજી ભાષામાં હાથ વડે લખવામાં આવી છે. આજે પણ આ  Copies સંસદ ભવનની લાઈબ્રેરીમાં સુરક્ષિત રાખવામાં આવી છે. 
 
26મી જાન્યુઆરી વિશે જાણો કેટલાક રોચક તથ્ય 
 
1949 - સંવિઘાન સભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર પ્રસાદને ભારતનુ સંવિઘાન સોંપવામાં આવ્યુ. આ દિવસે ભારતનુ સંવિઘાન બનીને તૈયાર થયુ. 
1950: ભારતને સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું અને ભારતનું બંધારણ અમલમાં આવ્યું.
1929: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન લાહોરમાં ડિસેમ્બર મહિનામાં યોજાયું હતું. આ સત્રની અધ્યક્ષતા પંડિત જવાહરલાલ નેહરુએ કરી હતી.
26 જાન્યુઆરી 1930: જ્યારે બ્રિટિશ સરકારે કંઈ આપ્યું ન હતું, તે દિવસે કોંગ્રેસે ભારતની સંપૂર્ણ સ્વતંત્રતા માટેના નિર્ધારની જાહેરાત કરી.
26 જાન્યુઆરી 1930: ભારતે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવ્યો.
1947માં દેશને આઝાદી મળી ત્યાં સુધી 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું ચાલુ રાખ્યું.
આ પછી દેશ આઝાદ થયો અને 15મી ઓગસ્ટને ભારતના સ્વતંત્રતા દિવસ તરીકે સ્વીકારવામાં આવ્યો.
આપણું બંધારણ 26 નવેમ્બર 1949 સુધીમાં તૈયાર થઈ ગયું હતું.
26 જાન્યુઆરી 1050ના રોજ સંવિઘાન લાગુ થયુ અને આ દિવસને ત્યારથી ગણતંત્ર દિવસના રૂપમાં ઉજવાય છે. 
ભારતને આઝાદ થયા બાદ સંવિઘાન સભાની રચના થઈ. સંવિધાન સભાએ પોતાનુ કામ 9 ડિસેમ્બર 1946થી શરૂ કર્યુ.   
- સંવિઘાન સભાએ સંબિઘાન નિર્માણના સમયે કુલ 114 દિવસની બેઠક કરી. 
 
 
Edited by - kalyani deshmukh