વર્ષ 2007ને બાય-બાય-અલવિદા

વર્ષ 2007માં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને ખેલજગતનું પુનરવલોકન

W.DW.D

વેલ કમ અને બાય બાયની પરંપરા સમાચાર જગત માટે નવી નથી. પરંતુ વાત જ્યારે આખા વર્ષની આવે ત્યારે અનેક અવિસ્મરણીય પળોની રીલ નજર સામેથી પસાર થઇ જાય છે. ગુજરાતના સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કે ખેલજગત તેમજ બોલીવુડ માટે કોઇ ફિલ્મ હોય, મહેમાન હોય કે કોઇ કલાકાર તેના વર્ષ દરમિયાનના કામના લેખા-જોખા માટે વર્ષ 2007 પર એક ફ્લેશ બેક(પુનરવલોકન) કરવું જરૂરી થઇ જાય છે.

ભારત દેશ માટે વર્ષ 2007 શુભ અને હકારાત્મક પૂરવાર થયું છે.. તેના યાદગાર ક્ષણો અહીં રજુ કરવામાં આવ્યા છે.

વર્ષ 2007ના રાષ્ટ્રીય યાદગાર ક્ષણો -
* કેન્દ્ર સરકારે 2007નાં વર્ષને જળ વર્ષ તરીકે ઘોષિત કર્યું હતું.
* ટાટા સર્વિસેઝ કંપનીએ ઘોષણા કરી હતી કે તે એક એકલી જ ત્રણમાસિકમાં એક માસિક ડોલરનું રાજસ્વ પ્રાપ્ત કરનાર પહેલી ભારતીય આઈ.ટી. કંપની બની ગઈ છે.
* કેન્દ્રએ સપ્ટેમ્બરમાં 2007ની અંદર દૂધના પાવડર પર પ્રતિબંધ લગાવી દિધો હતો.
* રેલમેંત્રી શ્રી લાલુ પ્રસાદ યાદવે 2007-2008નું રેલ બજેટ પ્રસ્તુત કર્યું હતું.
* નેશનલ સેંપલ સર્વેના એક રિપોર્ટ અનુસાર દેશમાં ગરીબીમાં 1999- 2001ની 26.1 ટકાની સરખામણીમાં 2004-05માં 21.8 ટકા ઓછી થઈ.
* મુંબઈની સરાહા જેન ડિયાસને મિસ ઈંડિયા વર્લ્ડ, દિલ્હીની પુજા ગુપ્તાને મિસ ઈંડિયા યૂનિવર્સ અને ન્યૂઝીલેંડની ભારતીય મૂળ પૂજા ચિટગોપેકરની મિસ ઈંડિયા અર્થ તરીકેની પસંદગી કરવામાં આવી હતી.
* બોલીવુડ લીજેંડ દિલીપ કુમારને ફાળકે રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતાં.
* વિશ્વનું સૌથી મોટુ યાત્રી વિમાન એયરબસ એ-380 ભારતમાં પહેલી વખત ઉતર્યું.
* બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો સુશ્રી માયાવતીએ બહુમતની સાથે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચુંટણીમાં જીત મેળવી હતી.
* રિલાયંસ ઈંડ્સ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ શ્રી મુકેશ અંબાણી દેશના પહેલા ટ્રીલીનોયર બન્યાં હતાં.
* કેન્દ્રીય કેબીનેટે ઉચ્ચ અભ્યાસ માટે અનુસુચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ યોજનાને સ્વીકૃતિ આપી હતી.
* આરક્ષણને લઈને ગુર્જરોનું હિંસક આંદોલન રાજ્સ્થાનની મુખ્યમંત્રી સાથે વાતચીત કર્યા બાદ સમાપ્ત.
* લાલ કિલ્લાને વિશ્વની અજાયબી તરીકેની સ્વીકૃતિ મળી.
* શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટિલની ભારતના 12મા રાષ્ટ્રપતિ તરીકેની પસંદગી કરવામાં આવી.
* મહોમ્મદ હામિદ અંસારીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં દેશના નવા ઉપ-રાષ્ટ્રપતિના રૂપમાં સોગંદ લીધા હતાં.
* હાઈ કોર્ટમાં પોતાના સંશોધિત રાજીનામામાં કેદ્ર સરકારે સુચિત કર્યું કે તે શેતુસમુદ્રમ શિપિંગ ચેનલ પરિયોજનાને એક વૈકલ્પિક રીતે કાર્યરૂપ આપવા પર વિચાર કરી રહી છે જેનાથી 30 કિ.મી. લાંબા રામાર સેતુને કોઈ પણ પ્રકારના નુકશાનથી બચાવી શકાય છે.
* સંજય દત્તને 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટના દોષી ઠેરયા બાદ યરવડા જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
* સેંસેક્સે પહેલી વખત 20000નો ઐતિહાસિક આંકડો પાર કર્યો.
* છત્તીસગઢના બીજાપુર જીલ્લામાં બસો કરતાં પણ વધારે નકસલવાદીઓએ બારૂદી સુરંગ ફેલાવીને હુમલો કર્યો હતો જેની અંદર 15 પોલીસ કર્મીઓનાં મૃત્યું થયાં હતાં.

વર્ષ 2007ના આંતરરાષ્ટ્રીય યાદગાર ક્ષણો -

* દક્ષિણ કોરીયાની શ્રી બાનની મૂને સંયુક્ત રાષ્ટ્રના નવા મહાસચિવના રૂપમાં કાર્યભાર સંભાળ્યો.
* બોલીવુડની સ્ટાર શિલ્પા શેટ્ટીએ યૂ.કે.ના ચેનલ 4ના રિયાલીટી સેલીબ્રીટી શોમાં બીગ બ્રધર્સને જીતનાર પહેલી ભારતીય બની ગઈ. તેમણે પોપ સ્ટાર જમેંન જૈક્સનને હાર આપી હતી.
* શ્રી માર્ટિન સ્કોસિંજે 79માં એકેડમી એવાર્ડમાં પોતાની ફિલ્મ ' ધ ડિપાર્ટેડ ' માટે સર્વશ્રેષ્ઠ નિર્દેશક અને આ ફિલ્મે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કાર પુરસ્કાર પણ મેળવ્યો હતો.
* અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉત્તર ભારતના કુલ વિસ્તારોમાં 6.2ની તીવ્રતાવાળો ભુકંપ આવ્યો જેનાથી આ વિસ્તારોમાં આતંક ફેલાઈ ગયો. અહીંયા પર 2005માં પણ જોરદાર ભુકંપ આવ્યો હતો જેમાં 80000 લોકોના મૃત્યું થઈ ગયાં હતાં.
* પાકિસ્તાનમાં બેદખલ કરવામાં આવેલ મુખ્ય ન્યાયાધીશ ઈફ્તિખાર મોહમ્મદ ચૌધરીને લઈને જબરજસ્ત પ્રદર્શન થયું હતું.
* કંજરવેટીવ પાર્ટીના નેતા શ્રી નિકોલસ સાકોર્જીની ફ્રાંસના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી.
* અંતરિક્ષ યાન એટલાંટિસા જેની અંદર સુનીતા વિલિયમ્સ સહિત 6 અન્ય એસ્ટ્રોનોટ્સ સવાર હતાં તેને કેલિફોર્નિયામાં એડવર્ડ એરફોર્સ બેસ પર સુરક્ષિત રીતે ઉતરાણ.
* લિસ્બનમાં આયોજીત એક રંગારંગ સમારોહમાં એક ખાનગી સ્વિઓસ ફાઉંડેશને સાત નવી અજાયબીઓની ઘોષણામાં તાજમહેલને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું.
* ઓસ્ટ્રેલીયન ફેડરલ પોલીસે ભારતના ડો. મોહમ્મદ હનીફ પર આતંકવાદી પ્રવૃત્તિઓનો આરોપ લગાવ્યો.
* ઉત્તરી ઈરાકમાં લઘુમતિ યજીદી ધાર્મિક સમુદાયના 200 કરતાં પણ વધારે લોકો માર્યા ગયાં અને 70 કરતાં પણ વધારે મકાન નષ્ટ થઈ ગયાં જ્યારે ચાર આત્મઘાતી ટ્રક બોમે ત્યાં હુમલો કરી દિધો.
* નેપાળની સૌથી મોટી અને સૌથી જુની પાર્ટી નેપાળ કોંગ્રેસે એક સંઘીય ગણતંત્રને સ્વીકાર કરવાનો નિર્ણય કર્યો જેમાં દેશના 240 વર્ષ જુની રાજાશાહી માટે કોઈ જ સ્થાન રહ્યું નહિ.
* આઠ વર્ષ બાદ સ્વદેશ પાછી ફરેલ પાકિસ્તાનની પૂર્વ પ્રધનામંત્રી બેનઝીર ભુટ્ટોના કાફલા પર ફૈજલ રોડ પર નિશાનો બનાવીને હુમલો કરી દિધો અને તેની અંદર 130 કરતાં પણ વધું લોકોએ પોતના જીવ ગુમાવ્યાં.
* પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે દેશની અંદર કટોકતી લાગુ કરતાં શીર્ષ જજોએ અવું કહેતાં બદલી દિધા કે તેઓ સરકાર માટે ખતરો પેદા કરી રહ્યાં છે.

વર્ષ 2007ની રમતજગતની યાદગાર ક્ષણો -

* 18 જાન્યુઆરી, 2007ના રોજ વિશ્વનાથ આનંદે(ભારત)કોરસ ઈંટરનેશનલ ચેસ ટુર્નામેંટના પાંચમાં ચક્રમાં રુસના ગ્રૈંડમાસ્ટર પીટર શિવ્ડ્લરને હરાવ્યો.
* સચિને એકદિવસીય મેચોમાં પોતાની 41મી સદી બનાવી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની કુલ 76 સદીઓ થઈ.
* 8મી ફેબ્રુઆરી, 2007ના રોજ પ્રસિધ્ધ શતરંજ ખેલાડી કૌનેરુ હંપીએ 1.5 લાખ રૂપિયાની મેડાસ મિજાક ચૈલેંજર ટ્રોફી જે. દીપન ચક્રવર્તીને હરાવીને જીતી લીધી.
* 33મી રાષ્ટ્રીય રમતોનું સમાપન ગોવાહાટીમાં થયુ. મણિપુરને ઉભરતા રાજ્યોમાં સર્વશ્રેષ્ઠ દેખાવ માટે આઈ.ઓ.એની ખાસ ટ્રોફી આપવામાં આવી. તેણે 51 સુવર્ણ, 31 રજત અને 40 કાંસ્ય પદકો જીત્યા.
* 24મી માર્ચ, 2007ના રોજ દક્ષિણ આફ્રિકાએ જોર્જટાઉન, ગુયાનામાં રમાયેલા વિશ્વ કપની સુપર 8ની એક મેચમાં શ્રીલંકાને એક વિકેટથી હરાવ્યુ. આ મેચમાં શ્રીલંકાના લેસિથ મલિંગાએ એક ઓવરની સતત ચાર બોલમાં ચાર ખેલાડીઓને આઉટ કર્યા હતા.
* 8મી એપ્રિલના રોજ સ્લોવેનિયાના માર્ટિન સ્ટ્રિયલે 65 દિવસોમાં એમેજોન નદીની 5265 કિ.મીન;ઉં અંતર તરીને પાર કર્યુ અને એક નવો વર્લ્ડ સ્વીમિંગ રેકોર્ડ બનાવ્યો.
* 26મી મેના રોજ ચીનની ગુઓ યૂએ જાગ્રેબમાં રમાયેલ ફાઈનલમાં લી જિયોજિયાને હરાવીને વર્લ્ડ ટેબલ ટેનિસ ચૈપિયનશિપની મહિલા એકલ એવોર્ડ જીતી લીધો.
* 18મી જૂને અર્જેંટીનાના ગોલ્ફર એંજેલ કબેરાએ અમેરિકાના ટાઈગર વુડ્સને એક અંડરપાર 69 થી હરાવીને ઓકમોંટ(અમેરિકા)માં યોજાયેલી યુ.એસ. ઓપન ચૈમ્પિયનશીપ જીતી લીધી. આ 40 વર્ષોમાં અર્જેંટીનાના કોઈ ખેલાડીનો પહેલો મુખ્ય એવોર્ડ છે.
* 8મી જુલાઇએ સ્વિટ્જરલેંડના રોજર ફેંડરરે સ્પેનના રાફેલ નડાલને ફાઈનલમાં 7-6(7)મ 4-6મ 7-6(3)મ 2-6, 6-2થી હરાવીને વિંબલડનનો પુરૂષ એકલ ખિતાબ જીતી લીધો
* 29મી ઓગસ્ટે ભારતીય ફુટબોલ ટીમે નવી દિલ્લીમાં સીરિયાએ 1-0થી હરાવીને ઓ.એન.જી.સી નહેરુ કપ જીતી લીધો.
* 24મી સપ્ટેમ્બરે ભારતે જોહંસબર્ગમાં આઈ.સી.સી ટ્વેંટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 5 રને હરાવી ફાઈનલ જીતી લીધી.
* 21મી ઓક્ટોબરે કિમી ર્કોનનને સાઓ પાઉલોમાં યોજયેલ બ્રાજીલિયન ગ્રૈંડ પ્રિક્સ જીતીને પોતાનો પહેલો ફોર્મ્યુલા વન વર્લ્ડ એવોર્ડ જીતી લીધો.
* 4થી નવેમ્બરે - ભારતના અરમાન ઈબ્રાહિમે જુહાઈ, ચીનમાં આયોજીત ફોર્મ્યૂલા રીનોલ્ટ વી6 એશિયા રેસ જીતી લીધી.
* 8મી નવેમ્બરે અનિલ કુંબલેને પાકિસ્તાન વિરુધ્ધ થનારી ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન બનાવવામાં આવ્યા અને તેઓએ ટેસ્ટ શ્રેણી કબ્જે કરી લીધી.
વેબ દુનિયા|
* 18મી નવેમ્બરે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પાકિસ્તાને ભારતને પાંચમાં અને અંતિમ એકદિવસીય મેચમાં 31 રનોથી હરાવ્યુ, પણ ભારતે સિરિઝ 3-2 થી જીતી લીધી. યુવરાજ સિંહને 'મેન ઓફ ધ સીરીઝ' જાહેર કરવામાં આવ્યો. ભારતે 24 વર્ષ પછી પોતાની ઘરતી પર પાકિસ્તાનને શ્રેણીમાં પરાજય આપ્યો.


આ પણ વાંચો :