રવિવાર, 17 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. પુનરવલોકન-07
Written By વેબ દુનિયા|

વેબદુનિયા સર્વેમાં બચ્ચન પરિવારનો વિક્રમ

શ્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા-વેબદુનિયા સર્વે-2007

W.DW.D

નવી દિલ્હી (વેબદુનિયા) ગયા વર્ષે ગ્લોબલ ઓનલાઇન કોમ્યુનિટી દ્વારા કરાયેલા સર્વે મુજબ વંડર ઓફ ધ વર્લ્ડમાંથી ભારતીય સ્મારક એવા અને વિશ્વભરમાં પ્રખ્યાત તાજ મહેલનો પ્રથમ નંબર આવ્યો હતો. તેવી રીતે જ વર્ષ 2008ની શરૂઆતમાં કરાયેલા સર્વેક્ષણમાં બોલીવુડના બચ્ચન પરિવાર તરફ સૌથી વધુ આકર્ષણ જોવા મળ્યું છે. આમ, બોલીવુડના પ્રથમ પરિવારે વેબદુનિયાના એક માત્ર સર્વેક્ષણ-2007માં સૌથી વધુ મત મેળવીને વિક્રમ સર્જ્યો છે.

તાજેતરમાં વેબદુનિયાએ ઓનલાઇન રાષ્ટ્રીય અને સ્થાનિક સર્વેક્ષણ કરાવ્યો હતો. તેમાં રાષ્ટ્રીય સર્વેમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભારતના સૌથી લોકપ્રિય રાજકિય નેતા-2007(મોસ્ટ પોપ્યુલર ઇંડિયન પોલિટીશયન-2007)માં પ્રથમ આવીને વિશ્વભરમાં છવાઇ ગયા છે. જ્યારે મોસ્ટ પોપ્યુલર ઇંડિયન અને ભારતીય ફિલ્મોમાં બેસ્ટ હિરોમાં અમિતાભ બચ્ચને બાજી મારી છે અને મોસ્ટ પોપ્યુલર સ્પોર્ટ્સ પર્સનમાં સાનિયા મિર્ઝા બધાના હ્રદયમાં સમાયેલી છે.

આ વેબદુનિયા સર્વે 21મી ડિસેમ્બર થી 10મી જાન્યુઆરી સુધી કરવામાં આવ્યો હતો. અને તેનું પરિણામ સોમવારે એટલે કે તા.14મી જાન્યુઆરીના રોજ જાહેર થયું છે. આ સર્વેક્ષણ વિદેશમાં વસતા આપણા એનઆરઆઇ (પ્રવાસી) ભારતીયોની સાથે-સાથે રાજકારણ, ક્રિકેટ, રમત અને ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી ખાસ અભિનેતા અને અભિનેત્રીઓ વગેરે માંથી સૌથી લોકપ્રિય વ્યક્તિની પસંદગી કરવાના ઉદેશથી કરવામાં આવ્યો હતો. આ સાથે વર્ષ 2007ની શ્રેષ્ઠ ફિલ્મનું નામ પણ જોડવામાં આવ્યું છે. આ સર્વેક્ષણ 10મી જાન્યુઆરીથી જ પુરો થઇ ગયો છે અને તેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે

વેબદુનિયા પોર્ટલ, જે 9 ભારતીય ભાષાઓ જેવીકે, ગુજરાતી, હિન્દી, પંજાબી, મરાઠી, તમિલ, તેલુગૂ, કન્નડ, મલયાલમ અને બંગાળી ભાષાઓમાં એક સાથે કાર્યરત છે, આ અનોખા સર્વેક્ષણમાં તમામ ભાષાઓના લગભગ 100 હજાર ઇંટરનેટ પ્રેમિઓથી મળેલા મતદાન સમાવિષ્ઠ છે. એસએમએસના આધાર પર થતા સર્વેક્ષણની સામે આ સર્વેક્ષણ તદન મફત હતો.

પ્રત્યેક શ્રેણીમાં વેબદુનિયાના 9 પોર્ટલના સંપાદનોના ગ્રુપે વિવિધ ક્ષેત્રોની 9 મહત્વપૂર્ણ હસ્તીઓની પસંદગી કરી હતી. આ પસંદગી તે આધાર પર કરવામાં આવી હતી કે વર્ષ-07માં સમાચાર અને લેખોમાં જેવો ચમકતા રહ્યા છે. કોનું નામ સૌથી વધુ સમાચારોમાં છવાયેલું રહ્યું અને ભાષા સર્ચ એંજિનમાં વાચકોએ કઇ વ્યક્તિના વિશે વધુમાં વધુ શોધ કરી અને તેના વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. આ આધારો પર અમે 10 મહત્વપૂર્ણ વ્યક્તિઓની પસંદગી કરી હતી.

પોતાનો મત આપ્યા બાદ વાચક તા. 14મી જાન્યુઆરીએ થી તમામ પોર્ટલ પર મતદાનોના પરિણામો જોઇ શકે છે. અત્યાર સુધીમાં જે કોઇ હસ્તીઓને વધુ મતદાન મળ્યું છે તેઓને અલગથી બતાવવામાંઆવી છે. વાચક 10 શ્રેણીમાં દેખાડેલી 10 વ્યક્તિઓને મળેલા
મતદાનોને ટકાવારીમાં ત્યાં જોઇ શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ -
દુનિયાની સૌથી લોકપ્રિય વ્યક્તિ હસ્તીમાં જ્યોર્જ બુશે પ્રથમ સ્થાન મેળવીને સાબિત કરી દીધું કે તે સર્વ શ્રેષ્ઠ નાયક છે કે ખલનાયક, તેઓએ લક્ષ્મી મિત્તલ, સુનિતા વિલિયમ્સ જેવી મહાન હસ્તીઓને પણ પાછળ રાખી દીધા છે. જ્યાર્જ બુશને સૌથી વધુ મત મળવાનું કારણ પણ મીડિયા જ છે વિશ્વનો સૌથી વિકસીત દેશના પ્રમુખને મીડિયા વધારે કવરેજ આપે છે અને અમેરિકા દરેક દેશના આંતરિક મામલામાં ટાંગ અડાડવાની આદતના કારણે હમેશા ન્યુઝમાં રહે છે.

અમિતાભની લોકપ્રિયતા અકબદ્ધ -
બોલીવુડના એંગ્રી યંગમેન ગણાતા બચ્ચનની લોકપ્રિયતા આજે પણ એમની એમ છે. ભારતની લોકપ્રિય વ્યક્તિઓમાં આશરે 40 ટકા વોટ સાથે બિગ-બી પ્રથમ સ્થાન પર રહ્યાં જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામ, ઉદ્યોગપતિ અનિલ અંબાણી, અટલબિહારી વાજપેયી, બાબા રામદેવ, લતા મંગેશકર, રતન ટાટા, મનમોહન સિંહ, રાહુલ ગાંધી અને શ્રીશ્રી રવિશંકર ક્રમશ: બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમાં, આઠમાં, નવમાં અને દસમાં ક્રમે રહ્યાં.

બેસ્ટ હિરોમાં પણ બીગ બી ટોચ પર -
જ્યારે લોકપ્રિય અભિનેતાઓની યાદીમાં પણ અમિતાભ 40 ટકા વોટ સાથે ટોચ પર રહ્યાં. આશરે 24 ટકા વોટો સાથે અભિષેક બચ્ચન પોતાના જ પિતા સાથે હરીફાઈ કરતા દ્રશ્યમાન થયાં. ઋત્વિક રોશન ત્રીજા સ્થાન પર રહ્યાં, જ્યારે કિંગ ખાનના નામથી ખ્યાતનામ શાહરૂખ ખાન આશરે નવ ટકા વોટો સાથે ચોથા ક્રમે રહ્યાં. દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત આ યાદીમાં પાંચમાં સ્થાન પ્રાપ્ત કર્યું. અન્ય સ્થાનો પર આમિર ખાન (છઠ્ઠામાં) અક્ષય કુમાર (સાતમાં), સંજય દત્ત(આઠમાં), ચિરંજીવી(નવમાં) અને મોહનલાલ (દસમાં) રહ્યાં.

ગુજરાતના નાથ નરેન્દ્ર મોદી લોકપ્રિય રાજકારણી -
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2007 પર વિશ્વભરના લોકોની નજર મંડાયેલી હતી અને તેમાં ખાસ કરીને નરેન્દ્ર મોદી ફરી થી હેટ્રીક મારશે કે નહીં, તેની પાછળ દેશ અને વિદેશનું મીડિયા લાગ્યું હતું, તે મહાન રાજકીય નેતા શ્રી નરેન્દ્ર મોદી ભારતના સૌથી લોકપ્રિય રાજકીય નેતાના સ્વરૂપે ઊભરી આવ્યા છે. સર્વેમાં તેઓને સૌથી વધુ 37.89 % મતો મળ્યા છે જ્યારે બીજા ક્રમે આવનાર લાલુ યાદવને 21.61 % મળ્યા છે. આ પરથી તમે અંદાજો મેળવી શકો છે કે તેઓ કેટલા ફેમશ છે. વિધાનસભા ચૂંટણીમાં ચારે તરફ હુમલાઓ બાદ વિજેતા બનેલા નરેન્દ્ર મોદી વેબદુનિયા પોલમાં લોકપ્રિય રાજનેતાઓની યાદીમાં પ્રથમ સ્થાન પર રહ્યાં. 'છોટે સરદાર' નામથી સુપ્રસિદ્ધ મોદીએ પોતાની જ પાર્ટીના વડાપ્રધાન પદના દાવેદાર સાથે હરીફાઈ કરતા નજરે ચડ્યાં. કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહ આ યાદીમાં ક્રમશ: ચોથા અને પાંચમાં ક્રમ પર રહ્યાં જ્યારે માકપા મહાસચિવ પ્રકાશ કરાત માત્ર અડધા ટકા વોટો સાથે અંતિમ સ્થાન પર રહ્યાં.
W.DW.D

એશ્વર્યાનો લગ્ન બાદ પણ જવાબ નહી -
અભિષેક બચ્ચન સાથે લગ્નગ્રંથીએ જોડાયા બાદ પણ ભૂતપૂર્વ વિશ્વ સુંદરી એશની લોકપ્રિયતામાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નોંધાયો નથી. આશરે 52 ટકા વોટ મેળવીને એશ ભારતની સૌથી લોકપ્રિય મહિલા તરીકે ચૂંટાઈ આવી છે. સોનિયા ગાંધી, કિરણ બેદી, સાનિયા મિર્ઝા, પ્રતિભા પાટિલ આ યાદીમાં ક્રમશ: બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાં સ્થાને રહી. તૃણમૂલ કોંગ્રેસની અધ્યક્ષ મમતા બેનર્જીને આ યાદીમાં સૌથી નીચેનું સ્થાન મળ્યું છે.

ભૂરી આંખોવાળી એશ્વર્યા રાયે લોકપ્રિય અભિનેત્રીઓની યાદીમાં 64.66 ટકા વોટ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ શ્રેણીમાં દૂર-દૂર સુધી કોઈ પણ અભિનેત્રી તેનો મુકાબલો કરતી નજરે ચડી નથી. રાની મુખર્જી આશરે 19 ટકા વોટ સાથે બીજા સ્થાને રહી, જ્યારે દીપિકા પાદુકોણ, કૈટરીના કૈફ, પ્રિયંકા ચોપડા અને વિદ્યા બાલન ક્રમશ: ત્રીજા, ચોથા, પાંચમાં અને છઠ્ઠા સ્થાને રહી.

બિપાશા સેક્સી નંબર વન -
મોટી-મોટી આંખોવાળી બંગાળી શ્યામ બાળા બિપાશા બસુ આશરે 56 ટકા વોટ મેળવીને સૌથી સેક્સી અભિનેત્રી તરીકે ચૂંટાઈ આવી છે તાજેતરમાં જ એક અન્ય સર્વેમાં પણ એશિયાની સૌથી સેક્સી મહિલા તરીકે તેને ચૂંટવામાં આવી હતી. આ યાદીમાં મલ્લિકા શેરાવત, શિલ્પા શેટ્ટી, કરીના કપૂર અને નેહા ધૂપિયા ક્રમશ: બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાં સ્થાને રહી છે.

બેસ્ટ ફિલ્મ-2007 'ગુરૂ' -
સમગ્ર દેશ જ્યારે 'ચક દે ઈંડિયા' બોલી રહ્યો હોય એવા સમયે અભિષેક બચ્ચનની ફિલ્મ 'ગુરૂ' ને સર્વશ્રેષ્ઠ ફિલ્મ બનવું આશ્વર્યજનક જરૂર છે. 'ગુરૂ' આશરે 46 ટકા મતો સાથે વેબદુનિયાના સર્વેમાં પ્રથમ સ્થાન પર રહી. કિંગ ખાનની 'ચક દે ઈંડિયા'(36.56%) અને 'ઓમ શાંતિ ઓમ' (5.67 %) ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાન પર રહીં. દક્ષિણની ફિલ્મ 'શિવાજી'એ કોઈ અન્ય હિન્દી ફિલ્મોને પાછળ છોડતા ચોથા સ્થાન પ્રાપ્ત કર્યું.

સચિનનું હજુ ક્રિકેટમાં સ્થાન યથાવત -
ક્રિકેટ મેદાનમાં બોલરોના છગ્ગા છોડવનારા ભારતના મહાન ક્રિકેટર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, ધોની અને યુવરાજ જેવા યુવા ક્રિકેટરોને પાછળ છોડતા આશરે 39 ટકા વોટો સાથે ભારતના સૌથી લોકપ્રિય ક્રિકેટર બન્યા છે. વન-ડે ટીમના કપ્તાન એમએસ ધોની 29 ટકા મત સાથે બીજા સ્થાને રહ્યાં. છગ્ગાઓના બેતાજ બાદશાહ ગણાતા યુવરાજસિંહને ગાંગુલી બાદ પાંચમું સ્થાન મળ્યું.

વિવિદાસ્પદ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા -
ભારતની ટેનિસ સુંદરી સાનિયા મિર્ઝા આશરે 58 ટકા વોટ સાથે સૌથી લોકપ્રિય ખેલાડીઓની યાદીમાં ટોચનું સ્થાન મેળવવામાં પ્રથમ રહી. જો કે, એક બાદ એક વિવાદ તેની સાથે જોડાયેલા હોવાથી તે વિવિદાસ્પદ ખેલાડી પણ બની ગઇ છે. ચેસના વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ 28.70 ટકા મતો સાથે બીજા સ્થાન પર રહ્યાં. દિલીપસિંહ રાણા ઉર્ફે ખલી, નારાયણ કાર્તિકેયન, લિયેંડર પેસ, ડોલા બેનર્જી, પ્રભજોતસિંહ, જીવ મિલ્ખા અને અભિનવ બિંદ્રા ક્રમશ: ત્રીજા, પાંચમાં, છઠ્ઠા,સાતમાં, આઠમાં, નવમાં અને દસમાં સ્થાન પર રહ્યાં.
વેબદુનિયા સર્વેક્ષણ-2007ના પરિણામ...

અહીં રજુ કરવામાં આવ્યા છે અંતિમ પરિણામો :
1. દુનિયાની સૌથી લોકપ્રિય હસ્તી ?
જ્યોર્જ બુશ (29.84%), લક્ષ્મી મિત્તલ (22.03%), સુનિતા વિલિયમ્સ (24.45%), ઇંદિરા નૂઇ (1.54%), મનમોહન સિંહ(3.94%), હિલેરી ક્લિંટન(4.89%), ડેવિડ બૈકહમ(2.75%), મારિયા શારાપોવા(2.58%), પરવેઝ મુશર્રફ(2.98%), બ્લાદિમીર પુતિન(4.99%).

2. ભારતની સૌથી લોકપ્રિય હસ્તી ?
મુકેશ અંબાણી (14.88%), અબ્દુલ કલામ (16.34%), અમિતાભ બચ્ચન(39.91%),
મનમોહન સિંહ(1.20%), રત્તન ટાટા(1.31%), શ્રીશ્રી રવિશંકર (0.75%), લતા મંગેશકર (6.98%), બાબા રામદેવ(7.89%), રાહુલ ગાંધી(1.60%) , અટલબિહારી બાજપૈયી(9.15%).

3. ભારતના સૌથી લોકપ્રિય રાજકિય નેતા ?
મનમોહન સિંહ(8.01%), લાલકૃષ્ણ અડવાણી(12.57%) , સોનિયા ગાંધી(9.90%) , લાલૂ યાદવ (21.61%) , પી. ચિદંબરમ(1.31%) , માયાવતી(3.10%) ,પ્રકાશ કરાત(0.53%), રાહુલ ગાંધી (3.51%) , નરેન્દ્ર મોદી(37.89%), એમ. કરૂણાનિધિ(1.56%).

4. ભારતની સૌથી લોકપ્રિય મહિલા ?
પ્રતિભા પાટિલ(3.54%), સાનિયા મિર્ઝા(6.54%), એશ્વર્યા રાય(51.67%), સોનિયા ગાંધી (17.69%), કિરણ બેદી(14.61%), માયાવતી(2.81%), વસુંધરા રાજે (1.79%), શીલા દીક્ષિત (0.26%), મમતા બેનર્જી (0.25%), જયલલિતા(0.84%).

5. ભારતીય ફિલ્મોમાં સૌથી લોકપ્રિય અભિનેતા (હિરો) ?
અમિતાભ બચ્ચન(40.47%), રજનીકાંત (દક્ષિણ ભારત)(4.02%), ઋતિક રોશન(13.58%), સંજય દત્ત(8.89%), અક્ષય કુમાર(3.35%), અજય દેવગન(1.38%), ચિરંજીવી(દક્ષિણ ભારત) (0.66%), અભિષેક બચ્ચન(23.71%), આમિર ખાન(3.43%), મોહનલાલ(દક્ષિણ ભારત) (0.51%).

6. ભારતીય ફિલ્મોમાં સૌથી લોકપ્રિય અભિનેત્રી (હિરોઇન) ?
એશ્વર્યા બચ્ચન(64.66%), રાની મુખર્જી(18.87%), શ્રેયા(દક્ષિણ ભારત)(0.93%), વિધ્યા બાલન(2.50%), કૈટરીના કૈફ(3.79%), કરીના કપૂર(0.97%), દીપિકા પાદુકોણ(4.89%), પ્રિયંકા ચોપડા(2.66%), અનુષ્કા (દક્ષિણ ભારત)(0.34%), સમ્યા (દક્ષિણ ભારત)(0.40%).

7. આ વર્ષની સૌથી શ્રેષ્ઠ(બેસ્ટ) ફિલ્મ ?
ચક દે ઇંડિયા(36.56%), ભૂલભુલૈયા(2.86%), શિવાજી(દક્ષિણ ભારત)(4.43%), ઓમ શાંતિ ઓમ(5.67%), હે બેબી(0.56%), દુનિયા (દક્ષિણ ભારત)(0.31%), ગાંધી માય ફાધર(2.07%), ચોકલેટ(દક્ષિણ ભારત)(0.33%), નમસ્તે લંડન(1.25%), ગુરૂ(45.98%).

8. સૌથી સેક્સી હિરોઇન ?
બિપાશા બસુ(55.83%), મલ્લિકા શેરાવત(17.77%), શિલ્પા શેટ્ટી(6.72%), કરીના કપૂર (5.61%), સેલિના જેટલી(3.42%), અભિનયશ્રી(દક્ષિણ ભારત)(0.33%), નેહા ધૂપિયા (4.42%), નમિતા(દક્ષિણ ભારત)(1.77%), મલાઇકા અરોરા(1.77%), રાખી સાવંત(2.36%).

9. ભારતના સૌથી લોકપ્રિય ક્રિકેટર ?
સચિન તેંડુલકર(38.97%), યુવરાજસિંહ(9.39%), એમએસ ધોની(29.05%), અનિલ કુંબલે (0.87%), ઝહિર ખાન(0.35%) , રાહુલ દ્રવિડ(1.20%), સૌરવ ગાંગુલી(18.34%), ઇરફાન પઠાન(1.45%), હરભજનસિંહ(0.23%), ગૌતમ ગંભીર(0.14%).

10. ભારતના સૌથી લોકપ્રિય ખેલાડી ?
સાનિયા મિર્ઝા(58.84%), વિશ્વનાથન આંનદ(28.70%), ડોલા બેનર્જી(0.69%), પ્રભજોત સિંહ (0.55%), દિલીપસિંહ 'ખલી' (4.59%), અભિનવ બિંદ્રા(0.32%), લિએંડર પેસ(2.04%), જીવ મિલ્ખા(0.43%), નારાયણ કાર્તિકેયન(2.36%), વાઇચુંગ ભૂટિયા(1.47%).

વેબદુનિયાના વિશે :
વેબદુનિયા વિશ્વનો પ્રથમ હિન્દી પોર્ટલ છે અને ભારતનો એક માત્ર એવો પોર્ટલ, જે એક સાથે 9 ભાષાઓમાં પોતાનો પોર્ટલો ચલાવે છે. આ તમામ ભાષાઓમાં રાજકારણ, રમત, ક્રિકેટ, બોલીવુડ, ધર્મ, સાહિત્ય, જ્યોતિષ, લાઇફ-સ્ટાઇલ, કેરિયર અને આઇટી જેવા વિષયો પર ઉચ્ચ ગુણવતાવાળા સમાચાર, લેખ વગેરે તમામ ઉંમરના લોકોની ઇચ્છાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રકાશિત કરે છે. આ સાથે ક્રિકેટ લાઇવ સ્કોર બોર્ડ(કોમેંટ્રી), ટિકર, સર્વેક્ષણ અને મતદાન તમામ 9 પોર્ટલમાં જોઇ શકાય છે.

1. વેબદુનિયાના 9 ભાષાઓના પોર્ટલ :
http://gujarati.webdunia.com/
http://hindi.webdunia.com/
http://bengali.webdunia.com/
http://kannada.webdunia.com/
http://malayalam.webdunia.com/
http://marathi.webdunia.com/
http://punjabi.webdunia.com/
http://tamil.webdunia.com/
http://telugu.webdunia.com/

2. વેબદુનિયાની ઇ-મેલ સેવાઓ 11 ભારતીય ભાષાઓ - અસમિયા, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ અને તેલુગૂ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

આ સર્વેક્ષણના પ્રાપ્ત પરિણામોના સંપૂર્ણ રિપોર્ટ ગુજરાતી વેબદુનિયા સહિત તમામ પોર્ટલ્સ પર તા. 14મી જાન્યુઆરીના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા છે, તેને જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરવાથી તમે જોઇ શકો છો.
વેબદુનિયા સર્વેક્ષણ-2007ના પરિણામ...