2007ની ગુજરાતની મહત્વની ઘટનાઓ

2007ની એક મુખ્ય ઘટના-મોદીનો ભવ્ય શપથવિધિ સમારોહ

NDN.D

2007નો મોદીનો ભવ્ય શપથવિધિ સમારોહ -
ગુજરાતમાં હેટ્રીક મુખ્યમંત્રીના પદે બેસનાર નરેન્દ્ર મોદીએ ફરી એક વાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સપાટો બોલાવી દીધો હતો. મોદીનો શપથવિધિ સમારોહ આખા વિશ્વમાં ગાજ્યો હતો. ગુજરાતભરમાંથી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિમમાં ઉમટી પડેલા કાર્યકરોના મહેરાણની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીએ બારમી વિધાનસભાના 24માં મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લઇ સતત ત્રીજી વખત આ પદ સંભાળવાની હેટ્રિક નોંધાવી હતી. રાજયપાલ નવલ કિશોર શર્માએ તેમને 25મી ડિસેમ્બરના બપોરે 1.47 કલાકે આ શપથ લેવડાવ્યા ત્યારે દેશભરમાંથી આવેલા ભાજપ અને એનડીએના ઘટક પક્ષોના નેતાઓ પણ ઉપસ્થિત રહી ઐતિહાસિક ઘટનાના સાક્ષી બન્યા હતા.

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન 25મી ડિસેમ્બરના રોજ ભાજપે(નરેન્દ્ર મોદીએ) ગુજરાતમાં 117 ધારાસભ્યો સાથેની સ્પષ્ટ બહુમતિવાળી સરકારને તેમના ચરણોમાં રજૂ કરી હતી.

ગુજરાતમાં દારૂબંધી હળવી -
ગુજરાતમાં દારૂબંધી હળવી કરતાં રાજય સરકારે હોટલમાં બારની પરમિટ આપવાનું જાહેરનામું બહાર પાડયું.

અર્બન સમિટમાં બે લાખ કરોડના કરાર -
અર્બન સમિટમાં શહેરી માળખાકીય સુવિધાઓ, મિલ્ટપ્લેકસ, મોલ્સ, હોટલ્સ અને અન્ય વાણિજય પ્રવૃત્તિ માટે રૂ.2 લાખ કરોડનાં રોકાણના 312 કરાર થયા. દુનિયાભરના રોકાણકારો માટે ગુજરાત એક ફેવરિટ ડેસ્ટિનેશન બની રહે એ માટે વાઇબ્રન્ટ ગુજરાતનાં આયોજન થયાં.

નર્મદા યોજના: નવી ઊંચાઈ -
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનું છલતી સુધીનું (121.92 મીટરનું) બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું.

ભાજપના દાહોદના સાંસદની કબૂતરબાજી -
ભાજપના દાહોદના સાંસદ બાબુભાઇ કટારા પરમજિત કૌર નામની પંજાબી મહિલાને પોતાની પત્નીના પાસપોર્ટ પર કેનેડા લઇ જવાનો પ્રયાસ કરતા હતા ત્યારે દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમની ધરપકડ કરવામાં આવી.

હરેન પંડયા હત્યા કેસનો ચુકાદો -
ભાજપના નેતા અને પૂર્વ ગૃહરાજયમંત્રી હરેન પંડયાની ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં મુખ્ય આરોપી શાર્પ શૂટર અસગર અલીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.

અદિતિ મંગળદાસે ગૌરવ પુરસ્કારને ઠુકરાવ્યો -
ગુજરાતના જાણીતાં કથક નૃત્યાંગના અદિતિ મંગળદાસે રાજય સરકારનો ગૌરવ પુરસ્કાર લેવાનો ઇન્કાર કર્યો.
BBCBBC

આઇઆઇએમમાંથી બકુલ ધોળકિયાની નિવૃત્તિ -
વિશ્વપ્રસિદ્ધ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (આઇ આઇ એમ)ના ડિરેકટર તરીકે બકુલ ધોળકિયાએ નિવૃત્તિ લીધી. કેટના મામલે કેન્દ્ર સાથે મતભેદ છતાં ધોળકિયાએ આઇઆઇએમને એક નવા શિખર પર પહોંચાડી.

માર્ચ-2007માં 35 સિંહો ભરખાઇ ગયા -
વિશ્વમાં એશિયાટિક સિંહોનું એક માત્ર આશ્રયસ્થાન ગણાતાં ગીરને શિકારીઓએ ધેરતાં આ વર્ષે તો સિંહના શિકારની ઘટનાએ સમગ્ર વિશ્વના વન્યજીવપ્રેમીઓને ખળભળાવી મૂકયા હતા. સમગ્ર વર્ષ દરમિયાન 35 સિંહ ભરખાઇ ગયા હતા. માર્ચ-2007માં જ સિંહોને શિકારીઓએ ક્રૂર રીતે રહેંસી નાખતાં ગીરના સિંહોને મઘ્યપ્રદેશમાં સ્થળાંતર કરવાના પ્રયાસને વેગ મળ્યો હતો. 2007નું વર્ષ ગીરના સિંહો માટે માઠું બેઠું હોય તેમ ધારી નજીક ઇલેકિટ્રક વાડનો વીજશોક લાગવાને કારણે વધુ પાંચ સિંહનાં મૃત્યુ થયાં હતાં. ગીરના જંગલમાં 15000 ખુલ્લા કૂવાઓ સિંહો માટે મોતના કૂવા સાબિત થઇ રહ્યા છે. સિંહોના રક્ષણ માટે રૂ. 40 કરોડનો એકશન પ્લાન ઘડી કાઢયો છે.
NDN.D

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની ગુજરાતયાત્રા -
મૂળ ભારતીય અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં સૌથી વધુ લાંબો સમય રોકનારાં મહિલા તરીકેનો નવો વિક્રમ સ્થાપી ઇતિહાસ સજર્યો. સુનિતા વિલિયમ્સ પંડયાના ગુજરાતી મૂળ, તેમણે સાથે લીધેલાં સમોસાં ભગવદ્ ગીતા, તેમની સ્પેસ વૉક, ભારત અને ગુજરાત યાત્રા... બધું જ સુનિતાની સાથોસાથ લોકો એ પણ રસપૂર્વક માણ્યું.

ગુજરાતમાં 15 નવેમ્બરથી ઓકટ્રોય ગઈ -
સાત મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાંથી 15 નવેમ્બર, લાભ પાંચમના દિવસથી ઓકટ્રોય નાબૂદ કરી દેવાઇ અને એ સાથે દાયકાઓ જૂની સિસ્ટમનો અંત આવ્યા.

રાજકોટની પરિણીતાના ચારિત્ર્યહીનના આક્ષેપો -
વેબ દુનિયા|
રાજકોટની સોની પરિણીતા રિયા વિમલ લોઢિયાએ વ્રજેશબાવા વિરુદ્ધ પોતાની સામે અઘટિત માગણીના આક્ષેપો કરીને સમગ્ર વૈષ્ણવ સમાજમાં ખળભળાટ મચાવી દીધો હતો. વ્રજેશબાવા સામે ચારિત્ર્યહીનના આક્ષેપો પછી છેક રાષ્ટ્રીય મહિલા પંચ પાસે પણ ધા નખાઇ હતી. જૉકે અંતે ધારણા મુજબ પોતાના પતિ સાથે રિયાએ સમાધાન કરી લેતા રિયા પ્રકરણમાં ઘીના ઠામમાં ઘી ઢોળાયું હતું. જોકે આ ઘટનાએ સભ્ય સમાજને વિચારતો જરૂર કરી દીધો.


આ પણ વાંચો :