1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Modified: શુક્રવાર, 11 નવેમ્બર 2022 (09:58 IST)

રશિયાની ખેરસોનમાંથી પીછેહઠ બાદ યુક્રેનનો દાવો, 'અમે આગળ વધી રહ્યા છીએ'

Ukrain
યુક્રેનિયન સેનાનું કહેવું છે કે તેઓ ખેરસોનની આસપાસ છેલ્લા કેટલાક દિવસોમાં આગળ વધી રહ્યા છે. રશિયાએ બે દિવસ પહેલાં જ આ વિસ્તારમાંથી પોતાની સેનાને પાછી બોલાવવાનો નિર્ણય લીધો હતો.
 
યુક્રેનની સેના પ્રમાણે ખેરસોનના ઉત્તરમાં 50 કિલોમિટર દૂર સ્નિહરિવકાનું મુખ્ય શહેર હવે તેમના કબજામાં છે.
 
રશિયાનું કહેવું છે કે તેમણે શહેરમાંથી નીકળવાનું શરૂ કરી દીધું છે, પણ આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે.
 
ખેરસોન એક મહત્ત્વપૂર્ણ વિસ્તાર છે અને તેના પરથી નિયંત્રણ ગુમાવવું રશિયા માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે. જોકે, યુક્રેનના અધિકારીઓને આશંકા છે કે આ એક જાળ પણ હોઈ શકે છે.
 
ખેરસોનમાંથી રશિયાન સેના ખતમ થઈ રહી હોવાના કોઈ મોટા પુરાવા મળ્યા નથી.
 
યુક્રેનિયન સેના પ્રમુખ વલેરી જુલુજનીએ ગુરુવારે કહ્યું કે તેઓ રશિયન સેનાની વાપસીની પુષ્ટિ નથી કરી રહ્યા પણ તેમની સેના મહત્ત્વપૂર્ણ રીતે આગળ વધી રહી છે.
 
કેટલાક વીડિયો સામે આવ્યા છે કે શહેરમાં યુક્રેનની સેના આવ્યા બાદ સામાન્ય લોકો તેમનું સ્વાગત કરી રહ્યા છે.