રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Modified: શુક્રવાર, 1 એપ્રિલ 2022 (18:14 IST)

Video: રશિયા પર યુક્રેનનો હવાઈ હુમલોVideo: રશિયા પર યુક્રેનનો હવાઈ હુમલો

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 37મા દિવસે પણ ચાલુ છે. રશિયન હુમલાના જવાબમાં યુક્રેનની સેનાએ હવે રશિયન શહેર પર હુમલો કર્યો છે. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, રશિયાના પશ્ચિમી શહેર બેલગોરોડના ગવર્નરનું કહેવું છે કે શુક્રવારે યુક્રેનના બે હેલિકોપ્ટરોએ તેમના ઓઈલ ડેપો પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં બે લોકો ઘાયલ થયા છે.
 
યુદ્ધમાં બંને દેશોની સેનાની સાથે સામાન્ય લોકોને જાન-માલનું પણ મોટું નુકસાન થયું છે. યુક્રેનના પ્રોસીક્યુટર જનરલ ઓફિસના જણાવ્યા અનુસાર, રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 153 બાળકોના મોત થયા છે, જ્યારે 245થી વધુ બાળકો ઘાયલ થયા છે.