સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : શુક્રવાર, 28 જૂન 2019 (12:03 IST)

Amarnath અમરનાથ ધામથી સંકળાયેલા પાંચ પડાવની અમરકથા

એક વાર દેવી પાર્વતીએ દેવોના દેવ મહાદેવથી પૂછ્યા આવું કેમ કે આપ અજર અમર છો પણ મને દરેક જન્મ પછી નવા સ્વરૂપમાં આવીને વર્ષો તપ કર્યા પછી આપને મેળવું હોય છે. જ્યારે મને આપને મેળવું જ છે તો મારી તપ્સ્યા અને આટલી કઠિન પરીક્ષા શું કારણે. આપના ગલામાં આ નરમુંડ માળા અને અમર હોવાના રાજ શું છે ? 
મહાદેવ પહેલા તો દેવી પાર્વતીના આ પ્રશ્નોના જવાબ આપવું યોગ્ય નહી સમજ્યા , પણ પત્નીની  જીદના કારણે ગહરા રાહસ્ય જ એમને જણાવ્યા. શિવ મહાપુરાણમાં મૃત્યૂથી લઈને અજર-અમર સુધીના ઘણા પ્રસંગ છે. જેમાં એક સાધનાથી સંકળાયેલી અમરનાથ , કૈલાશ માનસરોવર તીર્થસ્થળમાં લાખો શ્રદ્ધાળુ પહોંચે છે. સેકડો કિમીની પદયાત્રા કરે છે. કારણકે આ વિશ્વાસ આમ જ નહી આવ્યું. શિવના પ્રિય અધિકમાસ કે આષાઢ પૂર્ણિમાથી શ્રાવણમાસ સુધીની પૂર્ણિમા વચ્ચે અમરનાથની યાતા ભક્તોને પોતાને લાગતા રહ્સ્યના કારણ અને પ્રાસંગિક લાગે છે. 
 
પૌરાણિક માન્યતાઓ મુજબ  ,અમરનાથની ગુફા એજ સ્થાન છે  જ્યાં ભગવાન શિવે પાર્વતીને અમર થવાના ગુપ્ત રાજ જણાવ્યા હતા  ,એ સમયે એ બે જ્યોતિલિંગ સિવયા ત્રીજો કોઈ પ્રાણી ત્યાં નહી હતું. ન મહાદેવનો નંદી અને ન એનું નાગ   , ન તો માથા પર ગંગા  , ન ગણપતિ  , કાર્તિકેય   


                                                            સૌથી પહેલા નંદીને પહલગામ પર મૂક્યૂ ................. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

સૌથી પહેલા નંદીને પહલગામ પર મૂક્યૂ 
ગુપ્ત સ્થાનની શોધમાં મહાદેવ એમના વાહન નંદીને સૌથી પહેલા મૂક્યૂ , નંદીને જ્યાં મૂક્યા એને પહલગામ કહેવા લાગ્યા. અમરનાથની યાત્રા અહીં થી જ શરૂ થાય છે. અહીંથી થોદા આગળ ચાલતા શિવજીએ એમની જટાઓથી ચંદ્રમાને જુદા કરી દીધા , જે જગ્યાએ એ ચંદનવાડી કહેલાવે છે. એ પછી ગંગાજીને પંચતરણીમાં અને કંઠભૂષણ સર્પોને શેષનાગ પર મૂકી દીધા. આ રીતે આ પડાવનું નામ શેષનાગ પડ્યા. 
આગળ ગણેશજીને મૂક્યા 
અમરનાથયાત્રામાં પહલગામ પછી આવતું પડાવ છે ગણેશ ટોપ , માન્યતા છે કે આ સ્થાન પર મહાદેવે પુત્ર ગણેશને મૂક્યા હતા. આ જગ્યાને મહાગુનાના પર્વત પણ કહે છે. એ પછી જ્યાં મહાદેવે પિસ્સૂ કીડાને મૂક્યા એ જગ્યા પિસ્સૂ ઘાટી છે. 
 
                                                                હવે શરૂ થઈ શિવ-પાર્વતીની કથા  ........      
 
 
 

હવે શરૂ થઈ શિવ-પાર્વતીની કથા સંભળાવા લાગ્યા. કથા સાંભળતા -સાંભળત દેવી પાર્વતીને ઉંઘ આવી ગઈ આ વાતની ખબર શિવને નહી થઈ. આ સમયે બે કબૂતર શિવની કથા સાંભળી રહ્યા હતા અને વચ્ચે-વચ્ચે ઘૂ-ઘૂની અવાજ કરી રહ્યા હતા. શિવને લાગ્યું કે પાર્વતી કથા સાંભળી રહી છે અને વચ્ચે-વચ્ચે હુંકાર કરી રહી છે. આ રીતે કબૂતરએ અમર થવાની પૂરી કથા સાંભળ લી. 
કથા સાંભળતા થતા શિવના ધ્યાન પાર્વતીજી પર ગયા જે ઉંઘી રહી હતી. ત્યારે શિવજીએ વિચાર્યા કે પાર્વતી તો ઉંઘી રહી છે . તો આ કોણ સાંભળી રહ્યા હતા. શિવની નજર એ કબૂતર ઉપર ગઈ. શિવ કબૂતરો પર ક્રોધિત થયા અને એને મારવા માટે તૈયાર થયા. 
 
આ પર શિવજીએ કહ્યા કે પ્રભુ અમને તમારાથી અમર થવાની કથા સાંભળી છે જો આપ અમને મારી નાખીશ તો આ કથા ઝૂઠી થઈ જશે. આ પર શિવજીએ કબૂતરોને જીવિત મૂકી દીધા. માનવું છે કે આજે પણ આ બન્ને કબૂતરોના દર્શન અહીં પ્રાપ્ત થાય છે.