ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

Varuthini Ekadashi‬ વરૂથિની એકાદશી પર કરવું આ 5 ઉપાય, બદલી શકે છે તમારી કિસ્મત

26  એપ્રિલ એટલે કે મંગળવારે વૈશાખ માસની કૃષ્ણ પક્ષની પડનારી એકાદશીને વરૂથની કહે છે. આ એકાદશીને વ્રત કરનાર અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાછલા બધા પાપનો નાશ થઈ જાય છે. આ એકાદશી પર કેટલાક ઉપાય કરાય તો તે માણસનો દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલી શકે છે. આવો જાણીએ આ ઉપાયો વિશે. 
 
ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય હોય છે. તેથી એકાદશી પર ભગવાન વિષ્ણુને તુલસીની માળા જરૂર અર્પિત કરવી જોઈએ. 
 
એકાદશી પર દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવું શુભ રહે છે. 
 
જો ધનલાભની ઈચ્છા રાખો તો આ એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ.
 
ભગવાન વિષ્ણુને એકાદશી પર કેસરયુક્ત ખીર, પીળા ફળ અને પીળા રંગની મિઠાઈનો ભોગ લગાવવું શુભ હોય છે. 
 
એકાદશીના દિવસે પીપળના ઝાડ પર જળ ચઢાવવું જોઈએ કારણલે પીપળના ઝાડ પર ભગવાન વિષ્ણુનો વાસ ગણાય છે.