સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : શનિવાર, 4 મે 2019 (13:28 IST)

શનિ અમાવસ્યા પર કરેલ આ 5 ઉપાય કરશો તો તમને શ્રીમંત બનતા કોઈ નહી રોકી શકે

શનિવારે પડનારી અમાસ પોતાની રીતે જ એક ખાસ યોગનુ નિર્માણ કરે છે.  આ દિવસે કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો સંસારની કોઈ તાકત તમને શ્રીમંત બનવાથી રોકી નહી શકે.. ધન સંબંધિત કોઈપણ સમસ્યાને હલ કરવા માટે આ દિવસ ખૂબ જ કારગર છે.  તેમાથી કોઈપણ ઉપાય અપનાવીને તમે તમારા શ્રીમંત બનવાનુ સપનુ પુરૂ કરી શકો છો. 
 
શનિ યંત્ર - તેને તામ્રપત્ર પર નિર્મિત કરીને વિધિપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરીને નિત્ય પૂજન કરો. તેને તમે લૉકેટમાં પણ ધારણ કરી શકો છો. 
 

લોખંડની વીંટી - કાળા ઘોડાની નાળથી બનેલ વીંટી ધારણ કરવાથી પણ શનિની અશુભતામાં કમી આવે છે. સામાન્ય રીતે શનિના વક્રત્વ કાળને અત્યાધિક અશુભ પરિણામદાયક બતાવવામાં આવે છે. જ્યારે કે વ્યવ્હાર રૂપમાં જોવા મળ્યુ છે કે વક્રી હોવા પર પણ શનિના પ્રભાવોનુ શુભત્વ ઘણુ વધી જાય છે. આ સમયમાં જાતકને એ જ ફળ પ્રાપ્ત થાય છે જેનો તે અધિકારી છે. કારણ કે શનિ ન્યાયાધીશ છે.  શનિ એક નિષ્પક્ષ ન્યાયકર્તા ગ્રહ છે. 
 
શનિ રત્ન - શનિ રત્ન નીલમ અને ઉપરત્ન નીલી ધારણ કરવાથી પણ શનિની અશુભ્રતા ઓછી થઈ શકે છે. પણ કુંડળીના યોગ્ય વિશેષણ પછી જ તેને ધારણ કરો. 

શનિ કવચ - સાત મુખી રૂદ્રાક્ષ અને શનિ યંત્ર અને ઉપરત્ન નીલીના સંયુક્ત મેળથી બનેલ કવચને ધારણ કરી શકો છો. આ કવચ ધારણ કરવાથી શનિની અશુભ્રતામાં કમી આવે છે. 
 
શનિ મંત્ર - 
એકાક્ષરી મંત્ર - ૐ શં શનૈશ્ચરાય નમ: 
તાંત્રિક બીજ મંત્ર - ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમ: 
વૈદિક મંત્ર - ૐ શન્નો દેવીરમિષ્ટય અપો ભવન્તુ પીતયેશંયોરભિ સુવન્તુ નમ: