ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. શરદ પૂનમ
Written By
Last Updated : ગુરુવાર, 29 ઑક્ટોબર 2020 (07:29 IST)

30 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા, આ દિવસ સત્યનારાયણ ભગવાનની કથા કરવાની છે પરંપરા

શુક્રવાર 30 ઓક્ટોબરના રોજ અશ્વિન મહિનાની પૂનમ છે. આ પૂનમને શરદ પૂનમ કોજાગરી પૂનમ પણ કહેવામા આવે છે.  જ્યોતિષ મુજબ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન પુણ્ય કરવાનુ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તોના ઘરે જાય છે. એવી માન્યતા છે કે દેવી લક્ષ્મી આ દિવસે તેમના ઘરે જાય છે જે લોકો જાગરણ કરે છે.  રાત્રે જાગીને પૂજા કરે છે.  તેમને દેવીની કૃપા મળે છે. તો આવો જાણીએ આ દિવસે કયા કયા શુભ કાર્ય કરવા જોઈએ જેનાથી દેવીનો આર્શીર્વાદ તમને મળે. 
 
- શરદ પૂર્ણિમાના દિવસે ઘરમાં સત્યનારાયણની કથા કરાવવી જોઈએ. ભગવાન વિષ્ણુને કેળાનો ભોગ લગાવો આ પરંપરા ખૂબ પહેલાના સમયથી ચાલી આવી રહી છે. 
 
- સૂર્યાસ્ત પછી દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. પૂજામાં દક્ષિણાવર્તી શંખથી મહાલક્ષ્મી અને વિષ્ણુજીનો અભિષેક કરો. શંખમાં કેસર મિશ્રિત દૂધ નાખીને ભગવાનને સ્નાન કરાવવુ જોઈએ.  મહાલક્ષ્મી મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછા 108 વાર કરો. આ માટે કમળકાકડીની માળાથી જાપ કરવો જોઈએ. 
 
- મંત્ર છે ૐ શ્રીં હ્રી શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રી હ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મ્યૈ નમ 
 
- પૂનમની સાંજે શિવલિંગ પાસે દીવો પ્રગટાવો અને ૐ નમ: શિવાય મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરો. 
 
- હનુમાનજી સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને પાન સોપારી લવિંગ અર્પિત કરો 
 
-સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવો. ધ્યાન રાખો સૂર્યાસ્ત પછી તુલસીને સ્પર્શ ન કરવુ જોઈએ. 
 
- શરદ પૂનમની રાત્રે તમે શિવજીને ખીરનો ભોગ લગાવો. ખીર ઘરની બહાર કે અગાશી પર ચંદ્રના પ્રકાશમાં મુકીને બનાવો.  ભોગ લગાવ્યા પછી ખીરનો પ્રસાદ ગ્રહણ કરો. આ ખીર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારી રહે છે. 
 
- શરદ પૂનમની રાત ઔષધીય ગુણોવાળી રાત કહેવામાં આવે છે. આ દિવસે લેવામાં આવેલ ઔષધિ ખૂબ લાભ પહોંચાડે છે. જે રીતે સૂર્યની કિરણો આપણા સ્વાસ્થ્ય માટે લાભદાય હોય છે. ઠીક એ જ રીતે શરદ પૂર્ણિમા પર ચંદ્રની કિરણો આપણા માટે શુભ હોય છે. તેથી રાત્રે થોડીવાર ચાંદની ચાંદનીમાં બેસો. આવુ કરવાથી મનને શાંતિ મળે છે.