શરદપૂર્ણિમા પર આ ઉપાય તમને બનાવશે ધનવાન

sharad purnima
Last Updated: ગુરુવાર, 29 ઑક્ટોબર 2020 (07:25 IST)
શરદપૂર્ણિમા છે. ધર્મશાસ્ત્રમાં તેને કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.  પુરાણો મુજબ શરદ પૂર્ણિમાની રાત ભગવતી મહાલક્ષ્મી રાત્રે એ જોવા માટે ફરે છે કે કોણ જાગી રહ્યુ છે અને જે જાગી રહ્યુ છે મહાલક્ષ્મી તેનુ કલ્યાણ કરે છે અને જે સૂઈ રહ્યુ હોય છે તે મહાલક્ષ્મી નથી રોકાતી.  લક્ષ્મીજીને જાગ્રતિ (કોણ જાગી રહ્યુ 
છે)કહેવાના કારણે જ આ વ્રતનું નામ કોજાગરી પૂર્ણિમા કહેવામાં આવી છે. આ દિવસ વ્રત કરી માતા લક્ષ્મીનુ પૂજન કરવાનુ વિધાન પણ છે. ધાર્મિક ગ્રંથોમાં લખેલ શ્લોક મુજબ... 
1. શનિવારની સાંજે માં લક્ષ્મીની પૂજા કરો. મા લક્ષ્મીના ચરણોમાં 7 કોડિયો મુકો. રાત્રે 12 વાગ્યા પછી આ કોડીઓને ઘરમાં દાટી દો. તેનાથી જલ્દી જ તમારી ધન સંબંધી સમસ્યા દૂર થશે. 
 
2. લક્ષ્મી પૂજામાં ચાંદીના સિક્કા પણ મુકો. પછી તેને તમારી તિજોરીમાં મુકી દો. તમારી તિજોરી પૈસાથી ભરેલી રહેશે.  
 
3. સવારે લક્ષ્મી મંદિરમાં જાવ અને મા લક્ષ્મીને કમળના ફૂલ અને સફેદ મીઠાઈ અર્પિત કરો તેનાથી ધન લાભના યોગ બનશે. 
 
4. દક્ષિણાવર્તી શંખમાં કેસર ભેળવેલ દૂધ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાધકને માલામાલ કરે છે. 
 
5. સાંજે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘી નો દીવો પ્રગટાવો. તેમા થોડુ કેસર પણ નાખો.  તેનાથી રોકાયેલુ ધન આવવાના યોગ બને છે. 
 
6. શ્રીયંત્રની પૂજા કરો. પાછળથી તેને પોતાની પૂજા સ્થાન પર સ્થાપિત કરી દો. તેનાથી પણ ધન લાભની શક્યતા બને છે. 
 
7. શુભ મુહુર્તમાં ચાંદીથી બનેલી લક્ષ્મી-ગણેશની મૂર્તિ તિજોરીમાં મુકો. તેની પૂજાથી ઘરમાં ધનની કમી નહી આવે. 
 
8. સાંજે પીપળના ઝાડ પાસે પંચમુખી દીપક પ્રગટાવો અને મા લક્ષ્મીને ધન પ્રાપ્તિ માટે  પ્રાર્થના કરો. આ ચમત્કારી છે. 
 
9. માતા લક્ષ્મીના મંદિરમાં કમળકાકડીની માળા અર્પિત કરો. આ ઉપાયથી મા લક્ષ્મી તમારી પર પ્રસન્ન જરૂર થશે. 
 
10. જો તમે કર્જથી પરેશાન છો તો કોઈ લક્ષ્મી મંદિરમાંથી પાણી લાવીને પીપળના વૃક્ષ પર ચઢાવી દો. તેનાથી તમને જલ્દી કર્જમાંથી મુક્તિ મળી જશે. 
 
11. જમા પુંજી વપરાઈ રહી છે તો પીપળના 5 પાનને પીળા ચંદનમાં રંગીને વહેતા પાણીમાં  વહાવી દો.  જમા પુંજી સતત વધતી રહેશે. 
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને 
Subscribe કરો .


આ પણ વાંચો :