શેર બજાર : આજના મુખ્ય બિંદુ

મુંબઈ| વેબ દુનિયા|

વૈશ્વિક શેર બજારોની નબળાઈને જોતા સોમવારે ભારતીય શેર બજારોની શરૂઆત પણ ઘટાડા સાથે થઈ. આજે સેંસેક્સ 163 અંકના ઘટાડા સાથે 15758ના સ્તર પર ખુલ્યુ, જ્યારે કે નિફ્ટીમાં પણ 51 અંકોનો શરૂઆતી ઘટાડો નોંધવામાં આવ્યો અને તે 4680ના સ્તર પર ખુલ્યો.

શરૂઆતી વેપાર દરમિયાન આઈટી, મેટલ સ્ટોકમાં ઘટાડો નોંધાયો. ટીસીએસ, હિંડાલ્કો, એલએંડટી, સ્ટરલાઈટ ઈંડસ્ટ્રીના શેર શરૂઆતમાં સૌથી વધુ ગબડ્યા.

સવારે 10.30 મિનિટે સેંસેક્સ 132 અંક ઘટીને 15787ના સ્તર પર વેપાર કરી રહ્યુ હતુ, જ્યારે કે નિફ્ટી 38 અંક ઘટીને 4694ના સ્તર પર હતો.


આ પણ વાંચો :