રવિવાર, 5 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By
Last Modified સોમવાર, 26 મે 2014 (11:03 IST)

શેર બજારમાં તેજી, સેંસેક્સ 25000ની પાર

.
 બજારોએ આજે દમદાર શરૂઆત કરી છે. શરૂઆતી વેપારમાં જ સેંસેક્સ 25000 પાર જતુ રહ્યુ. નિફ્ટી પણ 7450 ની ઉપર પહોંચ્યુ. મિડકેપ અને સ્મોલકૈપ શેરોમાં રેલી ચાલુ છે. સવારે 9:25 વાગ્યે સેંસેક્સ 317 અંક ચઢીને 25010 અને નિફ્ટી 80 અંક ચઢીને 7447ના સ્તર પર છે. મિડકૈપ અને સ્મોલકેપ શેરોમાં 1.5 ટકાની તેજી જોવા મળી રહી છે. 
 
રિયલ્ટી કેપિટલ ગુડ્સ ઓટો મેટલ પાવર શેર  2-1.7 ટકા વધ્યા છે. ઓયલ એંડ ગેસ, કંજ્યૂમર ડ્યૂરેબલ્સ. બેંક, આઈટી તકનીકી શેર 1 ટકા મજબૂત છે. હેલ્થ કેર શેરોમાં 0.5 ટકાથી વધુની બઢત છે. એફએમસીજી શેરોમાં 9.25 ટકાની મજબૂતી છે.  નિફ્ટી શેરોમાં એનટીપીસી એમએંડએમ આઈડીએફસી સન ફાર્મા સેસા સ્ટરલાઈટ આઈસીઆઈસીઆઈ બેંક એલએંડટી એસબીઆઈ ટાટા પાવર ટાટા મોટર્સ જીંદલ સ્ટીલ કોલ ઈંડિયા ડીએલએફ ગેલ 3-1.5 ટકા  વધ્યા છે. 
 
એશિયાઈ બજારોમાં એસજીએક્સ નિફ્ટી 7420ના સ્તર પર છે. નિક્કેઈ 0.6 ટકા મજબૂત છે. શંઘાઈ કંપોજીટ તાઈવાન ઈંડેક્સ સ્ટ્રેટસ ટાઈમ્સમાં પણ વધારો છે. કોસ્પી અને હેંગ સેંગ ગબડ્યા છે. શુક્રવારે અમેરિકી બજારોમાં મજબૂતી રહી. પહેલીવાર એસએંડપી 500 1900ના પાર બંધ થયા. ડાઓ જોસમાં 0.4 ટકા અને નૈસ્ડૈક કંપોજીટમાં 0.8 ટકા વધારો થયો.