બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : શુક્રવાર, 4 માર્ચ 2016 (06:08 IST)

ખરાબ નજરથી બચવા માટે કાળા તલથી કરો ભગવાન શિવનો અભિષેક

ભગવાન શંકર એકદમ શાંત સમાધિમાં લીન દેવતા છે. આ સૌમ્ય ભાવને જોતા જ ભક્તોએ તેમને સોમવારના દેવતા માની લીધા. સહજતા અને સરળતાને કારણે જ તેમને ભોલેનાથ કહેવામાં આવે છે. સોમનો અર્થ ચંદ્રમા પણ  હોય છે. અને ચંદ્રમાં મનનુ પ્રતીક છે. જડ મનને ચેતનતાથી પ્રકાશિત કરનારા પરમેશ્વર જ છે. મનની ચેતનાને પકડીને આપણે પરમાત્મા સુધી પહોંચી શકીએ તેથી દેવાધિદેવ ભૂતભાવન પૂતપાવન પરમેશ્વરની ઉપાસના સોમવારે કરવામાં આવે છે. 
 
સાધારણરૂપે ભોલેનાથનો અભિષેક શુદ્ધ જળ અથવા ગંગાજળથી કરવામાં આવે છે. પણ કોઈ ખાસ અવસર અને મનોકામનાઓની પૂર્તિ માટે દૂધ, દહી, ઘી, મઘ, ચણાની દાળ, સરસિયાનું તેલ , કાળા તલ વગેરે સામગ્રીઓથી માહદેવનો અભિષેક પ્રચલિત છે. તો આવો જાણીએ કાળા તલ દ્વારા કેવી રીતે મહાદેવનો અભિષેક કરી તમે તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.  
 
- ખરાબ નજરથી બચાવ માટે કાળા તલનો અભિષેક કરો 
 
- નોકરીમાં પ્રમોશન માટે ભગવાન શિવના નીલવર્ણ સ્વરૂપનું મનમાં ધ્યાન કરો 
 
- તંત્ર-મંત્રથી બચવા માટે તાંબાના પાત્રમાં કાળા તલ ભરીને પાત્રને ચારે બાજુથી કુમકુમનું તિલક કરો. ૐ હં કાલેશ્વરાય નમ: નો જાપ કરતા પાત્ર પર લાલ દોરો બાંધો. પંચાક્ષરી મંત્ર ૐ નમ: શિવાયનો જાપ કરતા ફુલોની કેટલીક પાંખડિયો અર્પિત કરો. પછી આ પાત્રને તંત્ર-મંત્રથી પ્રભવિત જાતકના રૂમમાં મુકી દો. 
 
- દંપત્તિ મળીને શિવલિંગ પર કાળા તલની ધાર બનાવતા રૂદ્રાભિષેક કરો તો તેમની વચ્ચે પરસ્પર પ્રેમ વઘે છે. અભિષેક કરતા ૐ ક્ષાં હાં હં શિવાય નમ: નો જાપ કરો. 
 
- શિવલિંગને ચોખ્ખા પાણીથી ધોઈને વસ્ત્રને સારી રીતે લૂંછીને સાફ કરો પછી દૂધમાં કાળા તલ મિક્સ કરીને અભિષેક કરો. વ્યવસાયમાં ઉન્નતિ થવા માંડશે. 
 
- પાણીમાં કાળા તલ અને દહી મિક્સ કરી અભિષેક કરવાથી વિદેશ યાત્રામાં સફળતા મળે છે.