રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Modified: મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (14:28 IST)

જાણો ભોલેનાથને કયુ અન્ન અર્પણ કરવાથી કયુ ફળ પ્રાપ્ત હોય છે

ભગવાન શિવને બેલ પત્ર, જળ, દૂધ, ભાંગ ધતૂરો વગેરે વસ્તુઓ ચઢાવવામાં આવે છે. આ જ રીતે ભોલેનાથે પર અનાજ ચઢાવવાથી પણ તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. ભગવાન શંકરને જુદા જુદા અન્ન અર્પણ કરીને વિવિધ કષ્ટોનુ નિવારણ થાય છે. અન્નને ચઢાવીને ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરી શકાય છે. આવો જાણીએ કયા અન્નાથી થશે કંઈ ઈચ્છા પૂરી...
 
- ભગવાન શિવ પર ચોખા અર્પિત કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ હોય છે.
- ભોલેનાથને તલ અર્પણ કરવાથી પાપ નષ્ટ થાય છે.
- દુ:ખોના નાશ અને સુખોમાં વૃદ્ધિ માટે ભગવાન શંકર પર જવ ચઢાવો.
- ઘઉ ચઢાવવાથી સંતાન વૃદ્ધિ હોય છે.
 
- ભગવાન શિવ પર મગ અર્પિત કરવાથી સુખની પ્રાપ્તિ હોય છે.
- ભોલેનાથ પર પ્રિયંગુ (જુવાર જે દાણા પક્ષીઓને નાખવામાં આવે છે)નુ અર્પણ કરવાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ હોય છે.
ભગવાન શિવને આ અનાજ ચઢાવ્યા પછી ગરીબોમાં વહેંચી દેવુ જોઈએ.