Last Updated : સોમવાર, 2 ડિસેમ્બર 2019 (11:12 IST)
શ્રાવણ માસમાં અજમાવો, માત્ર 3 સૌથી સરળ ઉપાય
શ્રાવણ માસમાં તમારી વસ્તતાના કારણે પૂજા નહી કરી શકી રહ્યા હોય તો પરેશાન ન થવું. જ્યારે પણ સમય મળે આ 3 સરળ ઉપાય અજમાવો... ભોલેનાથ ભાવથી પ્રભાવિત હોય છે. સામગ્રી કે પ્રદર્શનથી નહી .
1. માત્ર સોમવારે જ નહી પણ શ્રાવણમાં ક્યારે પણ શિવલિંગ પર 21 બિલ્વપત્ર પર ચંદનથી "ૐ નમ: શિવાય" લખીને ચઢાવો. આવું કરવાથી બધી મનોકામના પૂર્ણ થશે.
શિવમહિમા : રાશિ પ્રમાણે કરો શિવની પૂજા (video)
2. જો તમારા જીવનમાં લગ્ન સંબંધી પરેશાનીઓ આવી રહી છે તો શ્રાવણના મહીનામાં શિવલિંગ પર કેસર મિશ્રિત દૂધ ચઢાવો, આવું કરવાથી લગ્ન સંબંધી દરેક મુશ્કેલી દૂર થઈ જાય છે.
3. શિવજી માત્ર એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ જાય છે. જો શ્રાવણમાં ગરીબોને ભોજન કરાવાય તો શિવજી પ્રસન્ન હોય છે. ઘરમાં ક્યારે અનાજની ઉણપ નહી હોય અને પિતરોને પણ શાંતિ મળે છે.