રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. શીખ
  3. શીખ ધર્મ વિશે
Written By

Vaishakhi 2023 - વૈશાખી કેવી રીતે ઉજવાય છે

Vaishakhi- કઈ રીતે વૈશાખીનો તહેવાર ઉજવવામાં આવે છે ?
14 એપ્રિલ 2023ના રોજ વૈશાખી (Baisakhi)નો તહેવાર ઉજવવામાં આવશે શીખોના તહેવાર વૈશાખીનું નામ વૈશાખ પરથી પડ્યું છે. 
 
આ દિવસે પંજાબમાં લોકો ભાંગડા અને ગીદ્દા નૃત્ય કરીને ઉજવણી કરે છે. સાંજે લોકો અગ્નિ પાસે એકઠા થઈને નવા પાકની ઉજવણી કરે છે. આખા દેશમાં શ્રદ્ધાળુઓ ગુરદ્વારામાં જઈને પ્રાર્થના કરે છે.
 
આનંદપુર સાહેબ ખાતે જ્યાં ખાલસા સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી હતી ત્યાં મુખ્ય ઉજવણી કરવામાં આવી છે. સવારે 4 વાગ્યે ગુરૂ ગ્રંથ સાહેબને ઉત્સાહભેર બહાર લાવવામાં આવે છે. દૂધ અને જળથી પ્રતીકાત્મક સ્નાન કરાવ્યા બાદ ગુરૂ ગ્રંથ સાહેબને તખ્ત પર મૂકવામાં આવે છે.
 
ત્યારબાદ પંચવાણીની સ્તુતિ ગાવામાં આવે છે. દિવસે પ્રાર્થના પૂરી થયા પછી ગુરૂને કડા પ્રસાદ ચઢાવવામાં આવે છે. પ્રસાદ લીધા પછી લોકો ગુરૂના લંગરમાં સામેલ થાય છે અને શ્રદ્ધાળુઓ દિવસભર કારસેવા કરે છે.
 
સમગ્ર માનવ જાતિ માટે વૈશાખ મહિનાનું સ્નાન પવિત્ર માનવામાં આવે છે. પદ્મપુરાણમાં વૈશાખ મહિનામાં પ્રાત: સ્નાનનું મહત્વ અશ્વમેઘ યજ્ઞ સમકક્ષ માનવામાં આવે છે.વૈશાખ મહિનાની શરૂઆતથી જ શ્રદ્ધાળુઓ વ્રત કરે છે, જે પૂનમના દિવસે પૂરૂં થાય છ. આ પૂનમે જો વિશાખા નક્ષત્ર હોય તો જેવું નામ તેવા ગુણવાળી લોકોક્તિ સાચી પડે છે. 
 
એવું કહેવાય છે. ખરેખર તો વિશાખા નક્ષત્રના લીધે જ તેને વૈશાખી પૂર્ણિમા કહેવાય છે. આ તિથિ બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે.