પેસ અને સાનિયા બીજા રાઉન્ડમાં

ભાષા| Last Modified શુક્રવાર, 22 જાન્યુઆરી 2010 (16:13 IST)

ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી લિએંડર અને સાનિયા મિર્જાએ પોત પોતાના જોડીદાર સાથે ઓસ્ટ્રેલિયાઈ ઓપનના યુગલ વર્ગમાં બીજા રાઉન્ડમાં સ્થાન બનાવ્યું પરંતુ લાંબા સમય બાદ મૈક્સ મિર્નીથી જોડી બનાવનારા મહેશ ભૂપતિ પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગયાં.

પેસ અને ચેક ગણરાજ્યના તેના જોડીદાર લુકાસ ડલૂહીએ પુરૂષ યુગલમાં જોરદાર અંદાજમાં પોતાના અભિયાનની શરૂઆત કરી. આ ત્રીજી વરીયતા પ્રાપ્ત જોડીને લિયોસ ફ્રીડલ અને ડેવિડ સ્કોચની ચેક ગણરાજ્યની જોડીએ 6-3 6-1 થી હરાવવામાં પરસેવો રેડવો ન પડ્યો.

ઓસ્ટ્રેલિયાઈ ઓપનમાં પોતાના પ્રથમ પદકની કવાયતમાં ઝુંટાયેલા પેસે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું અને ડલૂહી સાથે મળીને પોતાના હરીને કોઈ પણ સમયે સકટમાંથી બહાર નિકળવાનો મૌકો ન આપ્યો.


આ પણ વાંચો :